Botad: શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડના પુષ્પોનો શણગાર, સુખડીનો અન્નકૂટ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાળંગપુર : બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે તા. 28મીને મંગળવારના રોજ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વિશેષ ફૂલની ડિઝાઈનના કલાત્મક વાઘા ધરાવવામાં આવ્યા હતા. સમગ્ર સિંહાસનને વિદેશી ઓર્કિડના ફૂલો વડે અત્યંત આકર્ષક અને દિવ્ય રીતે સજાવવામાં આવ્યું હતું. શ્રીકષ્ટભંજનદેવ દાદાને સુખડીનો અન્નકૂટ ધરાવી પ્રસાદનો ભોગ લગાડવામાં આવ્યો હતો. મંગળવારે વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આજના પવિત્ર મંગળવારે દાદાના દિવ્ય સ્વરૂપના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. મંદિર પરિસર 'જય કષ્ટભંજન'ના નાદથી ગુંજી ઉઠયું હતું.અનેક શ્રાદ્ધાળુઓએ દાદાના દર્શન અને અન્નકૂટના દર્શનનો લાભ લઈ મનોકામના પૂર્ણ કરવાની પ્રાર્થના કરી હતી.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

