Botadમાં 16-ફેબ્રુઆરીએ મતદાન મથકની 100 મિટરની ત્રિજયામાં અનઅધિકૃત વ્યકિતના પ્રવેશને લઈ જાહેરનામું
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે સંદર્ભે મુકત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે મતદાનના દિવસે સુલેહ, શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબના પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે.આથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ હુકમથી તેમને મળેલી સત્તાની રૂઈએ મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં આ મુજબ ફરમાવ્યું છે. મતદાન એજન્ટોને મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવા સહિતના કૃત્યો પ્રતિબંધિત મત માટે પ્રચાર કરવા પર, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા પર, કોઈપણ મતદારને મત આપવા આગ્રહ પૂર્વક વિનંતી કરવા પર, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા પર, કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા પર, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવા પર, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણુ સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા પર, વાહનો સાથે આવવા પર, મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવા પર, રાજકીય પક્ષોના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે કોઈ નિશાનીઓ રાખવા પર, એક ઉમેદવારના એકથી વધારે મતદાન મથક એજન્ટને હાજર રહેવા પર, રાવટી, તંબુ, ટેબલ, મંડપ મુકવા પર, કોઈપણ પક્ષના ચિન્હવાળી સ્લીપો વહેંચવા પર, મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોને મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવા સહિતના કૃત્યો પ્રતિબંધિત છે. આ જાહેરનામું તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસ પુરતું અમલમાં રહેશે મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. પરંતુ સ્ત્રી મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા હોય તો તેઓએ અલગ લાઈનમાં ઉભા રહેવાનું રહેશે.મતદારોએ મતદાન મથકમાં એક પછી એક વારાફરતી ક્રમમાં પ્રવેશવાનું રહેશે. મતદારોએ મત આપ્યા બાદ તુરંત જ મતદાન મથક છોડી દેવાનું રહેશે.આ હુકમ કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ અને મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ, ચૂંટણી આયોગે નિમેલ નિરીક્ષકો અને ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ સહિતના મતદાનની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીઓ/કર્મચારીઓને ઉપરની ક્રમ નં. ૭ની બાબતો લાગુ પડશે નહીં. આદેશનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કમલ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫નો ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ તા. ૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. જે સંદર્ભે મુકત અને ન્યાયી રીતે ચૂંટણી યોજાય તે માટે મતદાનના દિવસે સુલેહ, શાંતિ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નીચે મુજબના પ્રતિબંધો મુકવા જરૂરી જણાય છે.આથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતે નાગરીક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ હેઠળ હુકમથી તેમને મળેલી સત્તાની રૂઈએ મતદાન મથકની અંદર તથા મતદાન મથકથી ૧૦૦ મીટરના અંતરમાં આવેલ વિસ્તારમાં આ મુજબ ફરમાવ્યું છે.
મતદાન એજન્ટોને મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવા સહિતના કૃત્યો પ્રતિબંધિત
મત માટે પ્રચાર કરવા પર, મતદારોને ધાક-ધમકી આપીને કે રંજાડીને મતદાન કરવા જતા અટકાવવા પર, કોઈપણ મતદારને મત આપવા આગ્રહ પૂર્વક વિનંતી કરવા પર, અમુક ઉમેદવારને મત ન આપવા માટે કોઈ મતદારને સમજાવવા પર, કોઈ મતદારને ચૂંટણીમાં મત ન આપવા સમજાવવા પર, ચૂંટણીને લગતી (સરકારી નોટીસ સિવાયની) કોઈ નોટીસ કે નિશાની પ્રદર્શિત કરવા પર, સેલ્યુલર/મોબાઈલ ફોન, કોડલેસ ફોન, પેજર, વાયરલેસ સેટ અને અન્ય વિજાણુ સંદેશા વ્યવહારના સાધનો લઈ જવા પર, વાહનો સાથે આવવા પર, મતદાન મથકમાં મતદાન માટે આવેલ મતદાર, ઉમેદવાર તથા ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિત સિવાયની વ્યક્તિએ પ્રવેશ કરવા પર, રાજકીય પક્ષોના પ્રતિકો કે ઉમેદવારોના પ્રતિકો લાવવા પર કે કોઈ નિશાનીઓ રાખવા પર, એક ઉમેદવારના એકથી વધારે મતદાન મથક એજન્ટને હાજર રહેવા પર, રાવટી, તંબુ, ટેબલ, મંડપ મુકવા પર, કોઈપણ પક્ષના ચિન્હવાળી સ્લીપો વહેંચવા પર, મતદાન સમય દરમિયાન મતદાન એજન્ટોને મતદાર યાદી મતદાન મથકની બહાર લઈ જવા સહિતના કૃત્યો પ્રતિબંધિત છે.
આ જાહેરનામું તા.૧૬/૦૨/૨૦૨૫ ના રોજ મતદાનના દિવસ પુરતું અમલમાં રહેશે
મતદાન મથકમાં પ્રવેશવા માટે મતદારોએ એક લાઈનમાં ઉભા રહેવાનું રહેશે. પરંતુ સ્ત્રી મતદારો માટે અલગ લાઈનની વ્યવસ્થા હોય તો તેઓએ અલગ લાઈનમાં ઉભા રહેવાનું રહેશે.મતદારોએ મતદાન મથકમાં એક પછી એક વારાફરતી ક્રમમાં પ્રવેશવાનું રહેશે. મતદારોએ મત આપ્યા બાદ તુરંત જ મતદાન મથક છોડી દેવાનું રહેશે.આ હુકમ કાયદો અને વ્યવસ્થાના ઈન્ચાર્જ અધિકારીઓ અને મતદાન મથક નજીક ફરજ ઉપર મુકેલ સલામતી કર્મચારીઓ, ચૂંટણી આયોગે નિમેલ નિરીક્ષકો અને ચૂંટણી ફરજ પરના અધિકારીશ્રીઓ સહિતના મતદાનની ફરજોનો હવાલો ધરાવતા અધિકારીઓ/કર્મચારીઓને ઉપરની ક્રમ નં. ૭ની બાબતો લાગુ પડશે નહીં. આદેશનો ભંગ કરનાર ભારતીય ન્યાય સંહિતાની કમલ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે. આ જાહેરનામું બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે.