Botadમાં સ્વામિત્વ યોજના હેઠળ 88 ગામોમાં 11,000થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું

સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૬૫ લાખ પ્રોપર્ટીધારકોને સ્વામિત્વ યોજના હેઠળ હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ આજે સમગ્ર રાજ્યના ૨૦ જિલ્લાઓમાં યોજાયો હતો. જે અંતર્ગત બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની પ્રેરક ઉપસ્થિતિમાં એસ.પી. કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો. ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકોના જીવનને સરળ કરવાની યોજના આ કાર્યક્રમમાં અગ્રણી પાલજીભાઈ પરમાર અને પોપટભાઈ અવૈયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડી.એલ.આર. જયરાજસિંહ પરમારે ઉપસ્થિતોને માહિતી આપતા જણાવ્યું હતું કે, “સ્વામિત્વ યોજના એ ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકોના જીવનને સરળ કરવાની યોજના છે. નાગરિકો સ્વ માલિકીની મિલકત પર લોન લઈ શકે, વેચાણ કરી શકે તેવા એક ઉમદા વિચારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 14 એપ્રિલ 2020ના રોજ પંચાયતિ રાજ દિવસના ઉપલક્ષ્યમાં સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાની વાત કરીએ તો, કામગીરીની બાબતમાં બોટાદ જિલ્લો રાજ્યમાં અગ્રેસર છે. સ્વામિત્વ યોજનામાં તમામ ગામો આવરી લેવાયા છે. જે પૈકી 88 ગામોમાં 11,000થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે તેમજ હાલમાં આ પ્રક્રિયા ચાલુ છે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આ યોજના અંતર્ગત 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે મુજબ માર્ચ 2025 સુધીમાં બોટાદના 191 તમામ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ થઈ જશે.” લાભાર્થીઓએ જણાવ્યો અનુભવ અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણે ગર્વ લેવા જેવી બાબત છે કે કેન્દ્ર સરકારની આ યોજનાની અમલવારીમાં આપણો બોટાદ જિલ્લો આગળ છે. ભવિષ્યમાં પ્રોપર્ટી કાર્ડ બનવાને લીધે મિલકતધારકો અને ગ્રામ્ય લોકોને ખુબ ઉપયોગી થશે.” તેવો વિશ્વાસ પરમારે વ્યક્ત કર્યો હતો.આ અવસરે વડાપ્રધાનના વક્તવ્યનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા અને નશામુક્તિ અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં પ્રોપર્ટી કાર્ડના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરાયું હતું, કાર્યક્રમમાં લાભાર્થી જગદીશભાઈએ પોતાનો અનુભવ વર્ણવી ઉપસ્થિતોને પ્રેરિત કર્યા હતા. સ્વામિત્વ યોજના શું છે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાએ ટેકનોલોજીને સદાય ખૂબ મહત્વ આપ્યું છે. ભારતની વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ સ્તંભ છે. આ ટેકનોલોજીના ઉપયોગ થકી ગ્રામ્ય વિસ્તારોમાં માલિકી-આધાર પુરાવા આપવાની યોજના એટલે સ્વામિત્વ યોજના.એમ ભારત સરકારનાં પંચાયતરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ-SVAMITVA( Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના અમલી છે. સ્વામિત્વ યોજનાના મુખ્ય હેતુઓ સ્વામિત્વ યોજનાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે. મિલકતના નકશા પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે. ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે. કરની પણ ચોક્કસ વસૂલાત થશે. ડ્રોન સર્વે બાદ GIS આધારિત નક્શા તૈયાર કરવાથી જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે.મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.સંપત્તી કરનું ચોકકસ નિર્ધારણ કરી શકાશે જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને મળશે. આ યોજના અંતર્ગત તૈયાર થયેલા જી.આઈ.એસ. નકશાઓનો ઉપયોગ ભવિષ્યને લક્ષમાં લઈ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે. ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદરૂપ થશે.

Botadમાં સ્વામિત્વ યોજના હેઠળ 88 ગામોમાં 11,000થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરાયું

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

સમગ્ર દેશમાં ૫૦ હજાર ગામોના ૬૫ લાખ પ્રોપર્ટીધારકોને સ્વામિત્વ યોજના હેઠળ હાથોહાથ પ્રોપર્ટી કાર્ડ વિતરણ કરવાનો કાર્યક્રમ આજે સમગ્ર રાજ્યના ૨૦ જિલ્લાઓમાં યોજાયો હતો. જે અંતર્ગત બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમારની અધ્યક્ષતામાં અને જિલ્લા કલેક્ટર ડો.જીન્સી રોયની પ્રેરક ઉપસ્થિતિમાં એસ.પી. કચેરી ખાતે કાર્યક્રમ યોજાયો હતો.

ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકોના જીવનને સરળ કરવાની યોજના

આ કાર્યક્રમમાં અગ્રણી પાલજીભાઈ પરમાર અને પોપટભાઈ અવૈયા દ્વારા પ્રાસંગિક પ્રવચન કરવામાં આવ્યું હતું. આ અવસરે ડી.એલ.આર. જયરાજસિંહ પરમારે ઉપસ્થિતોને માહિતી આપતા જણાવ્યું હતું કે, “સ્વામિત્વ યોજના એ ટેકનોલોજીના ઉપયોગ થકી નાગરિકોના જીવનને સરળ કરવાની યોજના છે. નાગરિકો સ્વ માલિકીની મિલકત પર લોન લઈ શકે, વેચાણ કરી શકે તેવા એક ઉમદા વિચારથી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા 14 એપ્રિલ 2020ના રોજ પંચાયતિ રાજ દિવસના ઉપલક્ષ્યમાં સ્વામિત્વ યોજના શરૂ કરવામાં આવી છે. સ્વામિત્વ યોજના અંતર્ગત બોટાદ જિલ્લાની વાત કરીએ તો, કામગીરીની બાબતમાં બોટાદ જિલ્લો રાજ્યમાં અગ્રેસર છે. સ્વામિત્વ યોજનામાં તમામ ગામો આવરી લેવાયા છે. જે પૈકી 88 ગામોમાં 11,000થી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરી દેવામાં આવ્યું છે તેમજ હાલમાં આ પ્રક્રિયા ચાલુ છે. પંચાયતી રાજ મંત્રાલય દ્વારા આ યોજના અંતર્ગત 2025 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું આયોજન કરવામાં આવ્યુ છે. જે મુજબ માર્ચ 2025 સુધીમાં બોટાદના 191 તમામ ગામોમાં પ્રોપર્ટી કાર્ડ વિતરણનો કાર્યક્રમ પૂર્ણ થઈ જશે.”

લાભાર્થીઓએ જણાવ્યો અનુભવ

અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે, “આપણે ગર્વ લેવા જેવી બાબત છે કે કેન્દ્ર સરકારની આ યોજનાની અમલવારીમાં આપણો બોટાદ જિલ્લો આગળ છે. ભવિષ્યમાં પ્રોપર્ટી કાર્ડ બનવાને લીધે મિલકતધારકો અને ગ્રામ્ય લોકોને ખુબ ઉપયોગી થશે.” તેવો વિશ્વાસ પરમારે વ્યક્ત કર્યો હતો.આ અવસરે વડાપ્રધાનના વક્તવ્યનું જીવંત પ્રસારણ રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ સ્વચ્છતા અને નશામુક્તિ અંગેના સામૂહિક શપથ લેવામાં આવ્યાં હતાં. કાર્યક્રમમાં પ્રોપર્ટી કાર્ડના લાભાર્થીઓને કાર્ડનું વિતરણ કરાયું હતું, કાર્યક્રમમાં લાભાર્થી જગદીશભાઈએ પોતાનો અનુભવ વર્ણવી ઉપસ્થિતોને પ્રેરિત કર્યા હતા.

સ્વામિત્વ યોજના શું છે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાએ ટેકનોલોજીને સદાય ખૂબ મહત્વ આપ્યું છે. ભારતની વિકાસ યાત્રાનો મહત્વપૂર્ણ સ્તંભ છે. આ ટેકનોલોજીના ઉપયોગ થકી ગ્રામ્ય વિસ્તારોમાં માલિકી-આધાર પુરાવા આપવાની યોજના એટલે સ્વામિત્વ યોજના.એમ ભારત સરકારનાં પંચાયતરાજ વિભાગ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ આપવાના આશયથી ડ્રોન ટેકનોલોજી દ્વારા સ્વામિત્વ-SVAMITVA( Survey of Villages and Mapping with Improvised Technology in Village Areas) યોજના અમલી છે.

સ્વામિત્વ યોજનાના મુખ્ય હેતુઓ

સ્વામિત્વ યોજનાના માધ્યમથી ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકોને માલિકી હક્ક દર્શાવતું એક કાયદાકીય દસ્તાવેજ પ્રાપ્ત થશે. મિલકત ધારકોને પ્રોપર્ટીકાર્ડ મળી રહેવાથી બેંકમાં લોન લેવામાં સરળતા રહેશે. મિલકતના નકશા પ્રાપ્ત થશે. ગ્રામ્ય વિસ્તારના વિકાસમાં વધુ વેગ જોવા મળશે. ગ્રામ વિકાસના આયોજન માટે સચોટ જમીન રેકર્ડ તૈયાર થશે. કરની પણ ચોક્કસ વસૂલાત થશે. ડ્રોન સર્વે બાદ GIS આધારિત નક્શા તૈયાર કરવાથી જે તમામ વિભાગના કાર્યો માટે લાભદાયી થશે.મિલકત સંબંધી વિવાદ અને કાયદાકીય કેસો ઘટશે.સંપત્તી કરનું ચોકકસ નિર્ધારણ કરી શકાશે જેનો સીધો લાભ ગ્રામ પંચાયતોને મળશે. આ યોજના અંતર્ગત તૈયાર થયેલા જી.આઈ.એસ. નકશાઓનો ઉપયોગ ભવિષ્યને લક્ષમાં લઈ દરેક વિભાગ દ્વારા આયોજન ઘડવામાં કરી શકાશે. ગ્રામ પંચાયત વિકાસ યોજના (GPDP) તૈયાર કરવામાં મદદરૂપ થશે.