Botadમાં જાહેર મકાન-જમીન-ખાનગી મકાન અને મિલકતોનો બગાડ થતો અટકાવવા જાહેરનામું પ્રસિદ્ધ
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ–૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. જેનાં અનુસંધાને રાજય ચૂંટણી આયોગનાં હુકમ નં.૬૧, નં.૩/૭/૨૦૦૮/જેએલ-૨, તા. ૭/૦૧/૨૦૦૮ માં પારા–પ(બી) મુજબ જયાં સ્થાનિક કાયદાથી મિલ્કતોના બગાડ ઉપર પ્રતિબંધ છે ત્યાં કોઈપણ પ્રકારનો કાયમી (પરમેનન્ટ) કે અર્ધકાયમી (સેમી પરમેનન્ટ) બગાડ ખાનગી મિલ્કત ઉપર થઈ શકતો નથી. સ્વૈચ્છિક પરવાનગી લેખિતમાં મેળવવાની રહે છે એટલું જ નહીં ખાનગી માલિક મંજૂરી આપે તો પણ આવો કાયમી કે અર્ધકાયમી બગાડ થઈ શકતો નથી. પારા-૫(એ) મુજબ હંગામી કે સરળતાથી હટાવી શકાય તે દૂર કરી શકાય તેવી જાહેરાતો જેમ કે, ફલેગ, બેનર્સ વિગેરે ખાનગી માલિકની સહમતિથી અને તેની સ્વૈચ્છિક ઈચ્છાથી જ મૂકી શકાશે. આ માટે કોઈ દબાણ કે ધમકી ન હોય તથા આમ કોઈને નડતરરૂપ ન હોય તેવી રીતે રાખી શકાશે તથા આ માટે આવી સ્વૈચ્છિક પરવાનગી લેખિતમાં મેળવવાની રહે છે. (રાજય ચૂંટણી પંચના હુકમ ક્રમાંકઃ ૬૨ નં.૩/૭/૨૦૦૮/જે.એલ.૨/એલ.ડી.આર., તા.૦૧/૧૧/૨૦૦૮ માં પણ જોગવાઈ કર્યા મુજબ) અને તેની પ્રમાણિત નકલ સબંધિત ચૂંટણી અધિકારીને મોડામાં મોડા ૩ દિવસમાં આપવાની સૂચના છે. નિયમો અનુસાર કરો પાલન આથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતએ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ હેઠળ હુકમ હેઠળ તેમને મળેલી સત્તાની રૂઈએ ફરમાવ્યું છે કે, સરકારી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કે બોર્ડ, નિગમો, સહકારી મંડળીઓ કે સરકારનો જેમાં હિસ્સો સમાયેલ હોય તેવા કોઈપણ મકાનો, ભવનો, કમ્પાઉન્ડ વોલ પર ચૂંટણીલક્ષી કોઈપણ પ્રકારની જાહેરાત કે પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં કે તેવી જમીનમાં બોર્ડ-હોર્ડીંગ્સ મૂકી શકાશે નહી પરંતુ સ્થાનીક સ્વરાજયની સંસ્થાના આ અંગેના નિયમો હોય તો તે નિયમોનું નિયમાનુસાર પાલન કરવાનું રહેશે અને આ બાબતે પૂર્વ પરવાનગી લેવાની રહેશે. સ્થાનિક સ્વરાજની સંસ્થાને મોડામા મોડા ૩-દિવસમાં જાણ કરવાની રહેશે કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેઓના કાર્યકરોએ સબંધિત મકાન માલિકોની પરવાનગી લીધા વિના જાહેર તથા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોડીને, સુત્રો લખીને દિવાલો બગાડવી નહી, માત્ર હંગામી તથા સરળતાથી દૂર કરી શકાય કે હટાવી શકાય તેવા માત્ર ઘ્વજ, બેનર્સ વિગેરે' ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધીત માલિકની લેખિત પરવાનગીથી મૂકી શકાશે.ખાનગી મકાન કે મિલકત ઉપર કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકશે નહીં. સબંધિત માલિક પરવાનગી આપે તો પણ કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકાશે નહીં. સબંધીત પક્ષ કે તેનાં ઉમેદવારોએ ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધિત માલિકની પરવાનગીથી મુકેલ ધ્વજ, બેનર્સ વિગેરેની ચૂંટણી અધિકારીને તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાને મોડામા મોડા ૩-દિવસમાં જાણ કરવાની રહેશે. ખાનગી મિલકતોનો બગાડ કરવાનો રહેશે નહી કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારોએ કાર્યકરોએ સમર્થકો ઘ્વારા ધ્વજ, આધારદંડ, બેનર્સ, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે કોઈ જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ, હાઈ–વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં દિશાસુચક સાઈનબોર્ડ, હાઈ-વે પરના માઈલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઈ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલકતોનો બગાડ કરવાનો રહેશે નહી. મકાનોની દિવાલો પર સુત્રો લખાશે નહી ખાનગી માલિકીની મિલકતો ઉપર સબંધિતોની પરવાનગી વગર માલ મિલકતનો બગાડ કરી શકાશે નહી.ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા,પોસ્ટર ચોટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવો.એક પક્ષે બહાર પાડેલ ભિંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દુર કરવા નહી. રાજકીય પક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કમલ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.આ જાહેરનામુ બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા:૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ–૨૦૨૫ યોજવાનું જાહેર કરેલ છે. જેનાં અનુસંધાને રાજય ચૂંટણી આયોગનાં હુકમ નં.૬૧, નં.૩/૭/૨૦૦૮/જેએલ-૨, તા. ૭/૦૧/૨૦૦૮ માં પારા–પ(બી) મુજબ જયાં સ્થાનિક કાયદાથી મિલ્કતોના બગાડ ઉપર પ્રતિબંધ છે ત્યાં કોઈપણ પ્રકારનો કાયમી (પરમેનન્ટ) કે અર્ધકાયમી (સેમી પરમેનન્ટ) બગાડ ખાનગી મિલ્કત ઉપર થઈ શકતો નથી.
સ્વૈચ્છિક પરવાનગી લેખિતમાં મેળવવાની રહે છે
એટલું જ નહીં ખાનગી માલિક મંજૂરી આપે તો પણ આવો કાયમી કે અર્ધકાયમી બગાડ થઈ શકતો નથી. પારા-૫(એ) મુજબ હંગામી કે સરળતાથી હટાવી શકાય તે દૂર કરી શકાય તેવી જાહેરાતો જેમ કે, ફલેગ, બેનર્સ વિગેરે ખાનગી માલિકની સહમતિથી અને તેની સ્વૈચ્છિક ઈચ્છાથી જ મૂકી શકાશે. આ માટે કોઈ દબાણ કે ધમકી ન હોય તથા આમ કોઈને નડતરરૂપ ન હોય તેવી રીતે રાખી શકાશે તથા આ માટે આવી સ્વૈચ્છિક પરવાનગી લેખિતમાં મેળવવાની રહે છે. (રાજય ચૂંટણી પંચના હુકમ ક્રમાંકઃ ૬૨ નં.૩/૭/૨૦૦૮/જે.એલ.૨/એલ.ડી.આર., તા.૦૧/૧૧/૨૦૦૮ માં પણ જોગવાઈ કર્યા મુજબ) અને તેની પ્રમાણિત નકલ સબંધિત ચૂંટણી અધિકારીને મોડામાં મોડા ૩ દિવસમાં આપવાની સૂચના છે.
નિયમો અનુસાર કરો પાલન
આથી બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી.એલ.ઝણકાતએ ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ હેઠળ હુકમ હેઠળ તેમને મળેલી સત્તાની રૂઈએ ફરમાવ્યું છે કે, સરકારી કે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ કે બોર્ડ, નિગમો, સહકારી મંડળીઓ કે સરકારનો જેમાં હિસ્સો સમાયેલ હોય તેવા કોઈપણ મકાનો, ભવનો, કમ્પાઉન્ડ વોલ પર ચૂંટણીલક્ષી કોઈપણ પ્રકારની જાહેરાત કે પ્રચાર-પ્રસાર કરી શકાશે નહીં કે તેવી જમીનમાં બોર્ડ-હોર્ડીંગ્સ મૂકી શકાશે નહી પરંતુ સ્થાનીક સ્વરાજયની સંસ્થાના આ અંગેના નિયમો હોય તો તે નિયમોનું નિયમાનુસાર પાલન કરવાનું રહેશે અને આ બાબતે પૂર્વ પરવાનગી લેવાની રહેશે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાને મોડામા મોડા ૩-દિવસમાં જાણ કરવાની રહેશે
કોઈપણ રાજકીય પક્ષો, ઉમેદવારો અને તેઓના કાર્યકરોએ સબંધિત મકાન માલિકોની પરવાનગી લીધા વિના જાહેર તથા ખાનગી મિલ્કત ઉપર ચૂંટણી લક્ષી પ્રચારપત્રો ચોડીને, સુત્રો લખીને દિવાલો બગાડવી નહી, માત્ર હંગામી તથા સરળતાથી દૂર કરી શકાય કે હટાવી શકાય તેવા માત્ર ઘ્વજ, બેનર્સ વિગેરે' ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધીત માલિકની લેખિત પરવાનગીથી મૂકી શકાશે.ખાનગી મકાન કે મિલકત ઉપર કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકશે નહીં. સબંધિત માલિક પરવાનગી આપે તો પણ કાયમી કે અર્ધકાયમી બગાડ કરી શકાશે નહીં. સબંધીત પક્ષ કે તેનાં ઉમેદવારોએ ખાનગી મકાન કે મિલ્કત ઉપર સબંધિત માલિકની પરવાનગીથી મુકેલ ધ્વજ, બેનર્સ વિગેરેની ચૂંટણી અધિકારીને તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાને મોડામા મોડા ૩-દિવસમાં જાણ કરવાની રહેશે.
ખાનગી મિલકતોનો બગાડ કરવાનો રહેશે નહી
કોઈપણ રાજકીય પક્ષો કે ઉમેદવારોએ કાર્યકરોએ સમર્થકો ઘ્વારા ધ્વજ, આધારદંડ, બેનર્સ, નોટીસ લગાવવા, સુત્રો લખવા માટે કોઈ જાહેર મકાન, જમીન, ખાનગી મકાન, દિવાલ, હાઈ–વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય ત્યાં દિશાસુચક સાઈનબોર્ડ, હાઈ-વે પરના માઈલ સ્ટોન, રેલ્વે ક્રોસીંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઈ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલકતોનો બગાડ કરવાનો રહેશે નહી.
મકાનોની દિવાલો પર સુત્રો લખાશે નહી
ખાનગી માલિકીની મિલકતો ઉપર સબંધિતોની પરવાનગી વગર માલ મિલકતનો બગાડ કરી શકાશે નહી.ખાનગી કે મકાનોની દિવાલો પર સુત્રો લખવા,પોસ્ટર ચોટાડવા, પ્રચાર સામગ્રી ચોંટાડવા અંગે પ્રવર્તમાન સ્થાનિક કાયદાઓનો ચુસ્તપણે અમલ કરવો.એક પક્ષે બહાર પાડેલ ભિંતપત્રો બીજા પક્ષના કાર્યકરોએ દુર કરવા નહી. રાજકીય પક્ષે/ઉમેદવારે આ અંગે કરવામાં આવેલ ખર્ચની વિગતો, ખર્ચ રજીસ્ટરમાં નોંધવાની રહેશે.આ હુકમનું ઉલ્લંઘન કરનાર અથવા ઉલ્લંઘન માટે મદદ કરનાર શખ્સ ભારતીય ન્યાય સંહિતાની કમલ-૨૨૩ હેઠળ સજાને પાત્ર થશે.આ જાહેરનામુ બોટાદ જિલ્લાના જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં લાગુ પડશે. આ જાહેરનામુ પ્રસિધ્ધ થયા તારીખથી તા:૨૧/૦૨/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.