Botadમાં ચૂંટણીને લઈ તમામ પ્રકારના હથિયારો પરવાનેદારોએ પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાનો આદેશ
રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જિલ્લામાં ઉકત ચૂંટણી સમયગાળા દરમ્યાન હથિયારોની હેરફેર પર નિયંત્રણ રાખવું આવશ્યક જણાય છે. જાહેર શાંતિ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ મુજબ તેમને મળેલા અધિકારની રૂઇએ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે ફરમાવ્યું છે. હથિયાર જમાવવા કરશે પોલીસ સ્ટેશન ચૂંટણીને લઈ બોટાદ જિલ્લામાં જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં રહેતા પરવાનેદારોએ તેમની પાસેના હથિયાર પરવાના તળેના હથિયારો તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા તથા સંબંધિત તમામ પોલીસ સ્ટેશનોએ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં રહેતા અને તમામ પ્રકારના હથિયાર પરવાનેદારો દ્વારા તેમના હથિયારો જમા કરાવવામાં આવે તે માટેના પગલા લેવા તેમજ તમામ હથિયારો જમા થઇ ગયા અંગેની જાણ અત્રેની કચેરીને પોલીસ અધિક્ષક બોટાદ મારફત કરવા આદેશ કર્યો છે. સિકયુરીટી ગાર્ડને તેમના હથિયારો જમા કરાવવામાંથી મુકિત આ જાહેરનામાંથી બોટાદ શહેર/જિલ્લામાં આવેલ સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ(બેન્ક/કોર્પોરેશન/ટ્રસ્ટ સહિત)ના, રાજ્ય કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સનને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોર્મશીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સકયુરીટી ગાર્ડને તથા સ્વરક્ષણ માટેનો હથિયાર પરવાનો ઘરાવતા સીકયુરીટી ગાર્ડ કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોર્મશીયલ બેન્કોમાં તેમજ ખાનગી કંપની/પેઢીઓમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય તેવા સિકયુરીટી ગાર્ડને તેમના હથિયારો જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે. ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર ગાર્ડને જરૂરી આવા સિકયુરીટી ગાર્ડે તેઓ જે તે બેન્ક, સંસ્થા, કંપની કે પેઢીમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિતોનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે તથા જે તે સંબંધિતો આવા સીકયુરીટી ગાર્ડની વિગતવારની માહિતીની જાણ લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનને કરવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશનએ આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે. હથિયારધારણ કરવાની મંજૂરી આપેલ છે તેમને લાગુ પડશે નહીં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયારધારણ કરવાની મંજૂરી આપેલ છે તેમને લાગુ પડશે નહીં. કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચે નિમેલા નિરીક્ષકો, મતદાન અધિકારીઓ તેમજ મતગણતરી અધિકારીશ્રીઓને લાગુ પડશે નહીં. હથિયાર પરવાનેદારોએ તેમના પરવાનાવાળા હથિયારો લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. આ જાહેરનામાનું પાલન નહીં કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૫ હેઠળ સજાને પાત્ર ઠરે છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતની કલમ-૨૨૩ મુજબ પગલા લેવામાં આવશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
રાજ્ય ચૂંટણી આયોગ દ્રારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય/મધ્યસત્ર/પેટા ચૂંટણીઓ-૨૦૨૫ અન્વયેનો કાર્યક્રમ જાહેર થયેલ છે. જિલ્લામાં ઉકત ચૂંટણી સમયગાળા દરમ્યાન હથિયારોની હેરફેર પર નિયંત્રણ રાખવું આવશ્યક જણાય છે. જાહેર શાંતિ અને સલામતી માટે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી ભારતીય નાગરીક સુરક્ષા સંહિતા-ર૦ર૩ની કલમ-૧૬૩ મુજબ તેમને મળેલા અધિકારની રૂઇએ બોટાદ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ પી. એલ. ઝણકાતે ફરમાવ્યું છે.
હથિયાર જમાવવા કરશે પોલીસ સ્ટેશન ચૂંટણીને લઈ
બોટાદ જિલ્લામાં જે વિસ્તારમાં ચૂંટણી થનાર છે તે હદ વિસ્તારમાં રહેતા પરવાનેદારોએ તેમની પાસેના હથિયાર પરવાના તળેના હથિયારો તા.૨૧/૦૨/૨૦૨૫ સુધી નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દેવા તથા સંબંધિત તમામ પોલીસ સ્ટેશનોએ તેમના કાર્યક્ષેત્ર હેઠળના વિસ્તારમાં રહેતા અને તમામ પ્રકારના હથિયાર પરવાનેદારો દ્વારા તેમના હથિયારો જમા કરાવવામાં આવે તે માટેના પગલા લેવા તેમજ તમામ હથિયારો જમા થઇ ગયા અંગેની જાણ અત્રેની કચેરીને પોલીસ અધિક્ષક બોટાદ મારફત કરવા આદેશ કર્યો છે.
સિકયુરીટી ગાર્ડને તેમના હથિયારો જમા કરાવવામાંથી મુકિત
આ જાહેરનામાંથી બોટાદ શહેર/જિલ્લામાં આવેલ સરકારી, અર્ધ સરકારી સંસ્થાઓ(બેન્ક/કોર્પોરેશન/ટ્રસ્ટ સહિત)ના, રાજ્ય કે રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની શુટીંગ સ્પર્ધામાં ભાગ લેનાર સ્પોર્ટસ પર્સનને તેમના પરવાનાવાળા હથિયારો જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે. માન્યતા ધરાવતી સિકયુરીટી એજન્સીઓના ગનમેન કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોર્મશીયલ બેન્કો, એ.ટી.એમ. તથા કરન્સી ચેસ્ટની લેવડ-દેવડ કરતા હોય તેવા હથિયારધારી સકયુરીટી ગાર્ડને તથા સ્વરક્ષણ માટેનો હથિયાર પરવાનો ઘરાવતા સીકયુરીટી ગાર્ડ કે જેઓ રાષ્ટ્રીયકૃત, સહકારી કે કોર્મશીયલ બેન્કોમાં તેમજ ખાનગી કંપની/પેઢીઓમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા હોય તેવા સિકયુરીટી ગાર્ડને તેમના હથિયારો જમા કરાવવામાંથી મુકિત આપવામાં આવે છે.
ફોટોગ્રાફ સાથેનું પ્રમાણપત્ર ગાર્ડને જરૂરી
આવા સિકયુરીટી ગાર્ડે તેઓ જે તે બેન્ક, સંસ્થા, કંપની કે પેઢીમાં સીકયુરીટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું સંબંધિતોનું પ્રમાણપત્ર તેઓના ફોટોગ્રાફ સાથેનું પોતાની પાસે રાખવાનું રહેશે તથા જે તે સંબંધિતો આવા સીકયુરીટી ગાર્ડની વિગતવારની માહિતીની જાણ લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનને કરવાની રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશનએ આ અંગે નિયમોનુસારની ચકાસણી કરી લેવાની રહેશે.
હથિયારધારણ કરવાની મંજૂરી આપેલ છે તેમને લાગુ પડશે નહીં
કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારના અધિકારી/કર્મચારીઓ કે જેઓને કાયદા મુજબ હથિયારધારણ કરવાની મંજૂરી આપેલ છે તેમને લાગુ પડશે નહીં. કાયદો અને વ્યવસ્થાનો ચાર્જ સંભાળતા અધિકારીઓ, સુરક્ષા કર્મચારીઓ, ચૂંટણી પંચે નિમેલા નિરીક્ષકો, મતદાન અધિકારીઓ તેમજ મતગણતરી અધિકારીશ્રીઓને લાગુ પડશે નહીં. હથિયાર પરવાનેદારોએ તેમના પરવાનાવાળા હથિયારો લાગુ પડતા નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવવાના રહેશે. આ જાહેરનામાનું પાલન નહીં કરનાર શસ્ત્ર અધિનિયમ-૧૯૫૯ની કલમ-૨૫ હેઠળ સજાને પાત્ર ઠરે છે તથા જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતની કલમ-૨૨૩ મુજબ પગલા લેવામાં આવશે.