Botadના ચકમપર ગામે બૂટલેગરોનો આતંક વકર્યો: ગ્રામજનો પર હુમલાના પ્રયાસ સામે કલેક્ટર અને SP સમક્ષ રજૂઆત
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બોટાદ જિલ્લાના ચકમપર ગામમાંથી અસામાજિક તત્વો અને બૂટલેગરોની દાદાગીરીના ગંભીર સમાચાર સામે આવ્યા છે. ગામમાં ખુલ્લેઆમ અને જાહેરમાં વિદેશી તથા દેશી દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. દારૂના આ અડધા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓના કારણે સ્થાનિક શાંતિ જોખમાઈ છે, જેના વિરોધમાં હવે ગ્રામજનો અવાજ ઉઠાવી રહ્યા છે.
સ્થાનિક રહીશ પર હુમલાનો પ્રયાસ અને ધમકીઓ
ગેરકાયદેસર દારૂના વેચાણ સામે જ્યારે પણ ગ્રામજનો દ્વારા અવાજ ઉઠાવવામાં આવે છે, ત્યારે બૂટલેગરો દ્વારા તેમને ગંભીર પરિણામો भुगवવાની ધમકીઓ આપવામાં આવે છે. ગત ૩૧ ઓક્ટોબરે ગામના જ એક સ્થાનિક રહીશને રસ્તામાં રોકીને બૂટલેગર દ્વારા જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલ દ્વારા કડક કાર્યવાહીની માગ
ગામમાં વધી રહેલા બૂટલેગરોના આતંક અને પોલીસ નિષ્ક્રિયતા સામે કોંગ્રેસ પ્રવક્તા મનહર પટેલે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આ સમગ્ર મામલે બોટાદ જિલ્લા પોલીસ વડા (SP) અને જિલ્લા કલેક્ટરને સત્તાવાર રીતે ઈમેલ દ્વારા લેખિત રજૂઆત કરી છે. પત્રમાં માંગ કરવામાં આવી છે કે કોઈ મોટી અનિચ્છનીય ઘટના બને તે પહેલાં તંત્ર દ્વારા ત્વરિત પગલાં લેવામાં આવે અને બૂટલેગરો સામે સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

