Borsad: અજાણ્યા યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો, આડાસંબંધ હોવાના કારણે કરાઈ હતી હત્યા
14 ફેબ્રુઆરીના રોજ બોરસદ તાલુકાના ચુવા ગામમાં પાલીયાટ તલાવડી સીમ વિસ્તારમાં આવેલા નીલગીરીવાળા ખેતરમાંથી 25થી 30 વર્ષના અજાણ્યાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યાં હત્યારાએ યુવકનું આખું ગળું કાપી નાખ્યું હતું. માત્ર થોડી ચામડી ઉપર ગળું લટકતું હતું. આ યુવકના પેટના ભાગે, માથાના પાછળના ભાગે તથા ડાબા હાથ ઉપર પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા જોવા મળ્યા હતા.આ રીતે મૃતકની થઈ ઓળખ આ ઘટનાને લઈ ડીવાયએસપી પેટલાદ, એલસીબી અને બોરસદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદ લઈને જુદી જુદી ટીમો બનાવીને મૃતક યુવકની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયાના આધારે આ હત્યા થયેલા યુવકનું નામ અજય રમણભાઈ પઢિયાર હોવાનું અને તે બોરસદ તાલુકાના કઠાણા ગામનો હોવાની ઓળખ થઈ હતી. પોલીસે તપાસ તેજ કરી હતી ત્યારબાદ પોલીસે મૃતક અજયને લગતી તમામ માહિતી એકઠી કરી હતી, તેમજ તારીખ 13 ફેબ્રુઆરીના રોજ અજય પોતાના ઘરેથી નીકળીને કયા કયા ગયો હતો, તે બાબત જાણવા માટે સમગ્ર રૂટના 100 ઉપરાંત સી.સી.ટી.વી.ચકાસ્યા હતા. જેમાં।મૃતક અજય રમણભાઈ પઢિયાર સમગ્ર દિવસ દરમિયાન તેના કુટુંબી ભાઈ ઈશ્વરભાઈ ચંદુભાઈ પઢીયાર સાથે હોવાનું અને તેઓ બંને વચ્ચે થોડા સમય અગાઉ કોઈ બાબતને લઈને ઝઘડો થયેલું હોવાનું જાણવા મળ્યું હતું. દારૂ પીવડાવી છરી વડે ગળા અને પેટમાં ઘા મારી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી આણંદ એલસીબીની ટીમ દ્વારા બોરસદ તાલુકાના વ્હેરા ગામની વાણીયાકુવા ચોકડી પાસેથી ઈશ્વર ચંદુભાઈ પઢીયારને ઝડપી લઈ પુછપરછ કરતાં અજય રમણભાઈ પઢીયારની હત્યા પોતે કરી હોવાની તેમજ મરનાર અજય પઢીયારને પોતાના કુટુંબની મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાની તથા આ બાબતે મરનાર અજય પઢીયારે ઈશ્વર ચંદુભાઈ પઢીયારને હું તને જોઈ લઈશ, જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હોવાથી અજય પઢીયાર પોતાને મારી નાખશે તેવો ડર લાગતા ઈશ્વર ચંદુભાઈ પઢીયાર શુક્રવારે અજય પઢીયારને ચુવા ગામે અવાવરૂ જગ્યાએ લઈ જઈને દારૂ પીવડાવી છરી વડે ગળા અને પેટમાં ઘા મારી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી છે. આ કબુલાતના આધારે પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
14 ફેબ્રુઆરીના રોજ બોરસદ તાલુકાના ચુવા ગામમાં પાલીયાટ તલાવડી સીમ વિસ્તારમાં આવેલા નીલગીરીવાળા ખેતરમાંથી 25થી 30 વર્ષના અજાણ્યાં યુવકની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. કોઈ અજાણ્યાં હત્યારાએ યુવકનું આખું ગળું કાપી નાખ્યું હતું. માત્ર થોડી ચામડી ઉપર ગળું લટકતું હતું. આ યુવકના પેટના ભાગે, માથાના પાછળના ભાગે તથા ડાબા હાથ ઉપર પણ તીક્ષ્ણ હથિયારના ઘા મારેલા જોવા મળ્યા હતા.
આ રીતે મૃતકની થઈ ઓળખ
આ ઘટનાને લઈ ડીવાયએસપી પેટલાદ, એલસીબી અને બોરસદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આ અંગે બોરસદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને ડોગ સ્કવોર્ડ તેમજ એફએસએલની મદદ લઈને જુદી જુદી ટીમો બનાવીને મૃતક યુવકની ઓળખ માટેની તજવીજ હાથ ધરી હતી. જેમાં સોશિયલ મીડિયાના આધારે આ હત્યા થયેલા યુવકનું નામ અજય રમણભાઈ પઢિયાર હોવાનું અને તે બોરસદ તાલુકાના કઠાણા ગામનો હોવાની ઓળખ થઈ હતી.
પોલીસે તપાસ તેજ કરી હતી
ત્યારબાદ પોલીસે મૃતક અજયને લગતી તમામ માહિતી એકઠી કરી હતી, તેમજ તારીખ 13 ફેબ્રુઆરીના રોજ અજય પોતાના ઘરેથી નીકળીને કયા કયા ગયો હતો, તે બાબત જાણવા માટે સમગ્ર રૂટના 100 ઉપરાંત સી.સી.ટી.વી.ચકાસ્યા હતા. જેમાં।મૃતક અજય રમણભાઈ પઢિયાર સમગ્ર દિવસ દરમિયાન તેના કુટુંબી ભાઈ ઈશ્વરભાઈ ચંદુભાઈ પઢીયાર સાથે હોવાનું અને તેઓ બંને વચ્ચે થોડા સમય અગાઉ કોઈ બાબતને લઈને ઝઘડો થયેલું હોવાનું જાણવા મળ્યું હતું.
દારૂ પીવડાવી છરી વડે ગળા અને પેટમાં ઘા મારી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી
આણંદ એલસીબીની ટીમ દ્વારા બોરસદ તાલુકાના વ્હેરા ગામની વાણીયાકુવા ચોકડી પાસેથી ઈશ્વર ચંદુભાઈ પઢીયારને ઝડપી લઈ પુછપરછ કરતાં અજય રમણભાઈ પઢીયારની હત્યા પોતે કરી હોવાની તેમજ મરનાર અજય પઢીયારને પોતાના કુટુંબની મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાની તથા આ બાબતે મરનાર અજય પઢીયારે ઈશ્વર ચંદુભાઈ પઢીયારને હું તને જોઈ લઈશ, જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હોવાથી અજય પઢીયાર પોતાને મારી નાખશે તેવો ડર લાગતા ઈશ્વર ચંદુભાઈ પઢીયાર શુક્રવારે અજય પઢીયારને ચુવા ગામે અવાવરૂ જગ્યાએ લઈ જઈને દારૂ પીવડાવી છરી વડે ગળા અને પેટમાં ઘા મારી હત્યા કરી નાખી હોવાની કબૂલાત કરી છે. આ કબુલાતના આધારે પોલીસે તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.