Bodeli: કપડાની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ, લાખોનો સમાન બળીને ખાખ

Feb 20, 2026 - 09:30
Bodeli: કપડાની દુકાનમાં વહેલી સવારે ભીષણ આગ, લાખોનો સમાન બળીને ખાખ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

છોટાઉદેપુર જિલ્લાના મહત્વના ગણાતા બોડેલી નગરમાં આજે વહેલી સવારે એક ભીષણ આગની ઘટના સામે આવી છે. શહેરના ભરચક વિસ્તારમાં આવેલી કન્યા શાળા નજીકની એક કપડાની દુકાનમાં અચાનક આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઈ હતી. જોતજોતામાં આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું કે દુકાનમાં રહેલો તમામ સામાન બળીને ખાખ થઈ ગયો હતો.

સ્થાનિકોની મહેનત અને તંત્રનો અભાવ

આગ લાગતા જ આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ફાયર બ્રિગેડ આવે તે પહેલા પોતપોતાની રીતે આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જોકે, આ ઘટનાએ બોડેલી નગરપાલિકાની પોલ ખોલી નાખી છે. નગરપાલિકા પાસે પોતાની કોઈ ફાયર સુવિધા નથી, અને APMCનું ફાયર ફાઇટર રિપેરીંગમાં હોવાથી સમયસર મદદ મળી શકી ન હતી, જેને કારણે સ્થાનિક લોકોમાં તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે.

ત્રણ તાલુકાની ફાયર ટીમો બોલાવાઈ

આગની ગંભીરતા જોતા તાત્કાલિક ધોરણે બહાદરપુર, જાંબુઘોડા અને છોટાઉદેપુરથી ફાયર ફાઇટરો બોલાવવાની ફરજ પડી હતી. ત્રણેય ટીમોએ સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક અનુમાન મુજબ, આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું મનાય છે.

આ પણ વાંચો: Vav -Tharad: રામપુરા પાટિયા પાસે કારે બાઇકને ધડાકાભેર ટક્કર મારી, સીસીટીવીમાં કેદ થઈ કાળજું ધ્રુજાવતી ઘટના


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0