BJPનું સદસ્યતા અભિયાન 2024 શરૂ, CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા
રાજ્યમાં આજથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થયોગુજરાત સંગઠનનું મહત્વ અને કામગીરી આખા દેશે શીખવાની જરૂર ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરવામાં આવી ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન 2024 શરૂ થઈ ચૂક્યું છે અને રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં આજથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના તમામ મંત્રી, સાંસદો હાજર રહ્યા તમને જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં રાજ્યના તમામ મંત્રી, સાંસદો, ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા છે. વધુમાં સી.આર.પાટીલે કાર્યકરોને જણાવ્યું કે સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયાસ કરજો. લોકસભા ઈલેક્શન પછી દેશભરમાં સંગઠનમાં થોડી સિથિલતા છે નિરાશા છે. ગુજરાતમાં 1 સીટ ઓછી આવી છે તેનો અપયશ મેં લીધો છે અને જવાબદારી સ્વીકારી છે. 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદાવાદ આવશે 16 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદાવાદ આવવાના છે અને GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમ થવાના છે અને 1 લાખ કાર્યકર્તાઓ એકઠા થઈને વડાપ્રધાન મોદીને ત્રીજી વખત પીએમ બન્યા તેનું અભિવાદન કરવાનું છે. ગુજરાત સંગઠનનું મહત્વ અને કામગીરી આખા દેશે શીખવાની જરૂર છે. નરેન્દ્રભાઈએ લોહી પરસેવો એક કરીને આ સંગઠન ઉભું કર્યું અને તેમાં અમિતભાઈનું માર્ગદર્શન મળ્યું છે. કોરોનાના કારણે વચ્ચે આ અભિયાન લંબાવ્યું હતું આ સંગઠનની ઈર્ષા થાય તેવું છે શિસ્ત અને કામગીરી. પાર્ટીના સભ્ય તરીકે 6 વર્ષે મુદત પૂરી થઈ છે. આ એક પાર્ટી એવી છે જેના 6 વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે. ઘણી પાર્ટીમાં આજીવન સદસ્યતા મળી જતી હોય છે. કોરોનાના કારણે વચ્ચે આ અભિયાન લંબાવ્યું હતું પછી ઈલેક્શન આવ્યું એટલે લંબાયું છે. ત્યારે હવે જ્યાં ઈલેક્શન છે તે સિવાયના રાજ્યમાં આ અભિયાન શરૂ થયું છે. ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરાવી છે. સક્રિય સભ્ય માટે 100 સદસ્ય બનાવેલા હોવાનો નિયમ ગુજરાતમાંથી પણ ઘણા સભ્યોના મને મોડી રાત્રે કોલ આવ્યા કે અમારે 100 સભ્ય થઈ ગયા છે. સક્રિય સભ્ય માટે 100 સદસ્ય બનાવેલા હોવાનો નિયમ છે. અહીં બેઠેલા તમામને મારી વિનંતી છે કે આપણે સીએમને સદસ્ય બનાવીએ પછી મિસ કોલ કરી તેની વિગત ભરી સભ્યો બનો. ગુજરાતમાં ટાર્ગેટ નક્કી કર્યો હતો, અમે ચર્ચા કરી હતી કે 2 કરોડ જેટલા મતો મળ્યા છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- રાજ્યમાં આજથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થયો
- ગુજરાત સંગઠનનું મહત્વ અને કામગીરી આખા દેશે શીખવાની જરૂર
- ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરવામાં આવી
ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન 2024 શરૂ થઈ ચૂક્યું છે અને રાજ્યના CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સભ્ય બનાવવામાં આવ્યા છે. રાજ્યમાં આજથી સદસ્યતા અભિયાન 2024નો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ સદસ્યતા અભિયાનમાં 1.5 કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યના તમામ મંત્રી, સાંસદો હાજર રહ્યા
તમને જણાવી દઈએ કે ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે આ સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં રાજ્યના તમામ મંત્રી, સાંસદો, ધારાસભ્યો, જિલ્લાના પદાધિકારીઓ, હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર રહ્યા છે. વધુમાં સી.આર.પાટીલે કાર્યકરોને જણાવ્યું કે સંગઠનની તાકાતને નબળી ગણ્યા વગર પૂરી તાકાતથી આ ટાર્ગેટ પર પહોંચવાનો પ્રયાસ કરજો. લોકસભા ઈલેક્શન પછી દેશભરમાં સંગઠનમાં થોડી સિથિલતા છે નિરાશા છે. ગુજરાતમાં 1 સીટ ઓછી આવી છે તેનો અપયશ મેં લીધો છે અને જવાબદારી સ્વીકારી છે.
16 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદાવાદ આવશે
16 સપ્ટેમ્બરે વડાપ્રધાન મોદી અમદાવાદ આવવાના છે અને GMDC ગ્રાઉન્ડ ખાતે અલગ અલગ કાર્યક્રમ થવાના છે અને 1 લાખ કાર્યકર્તાઓ એકઠા થઈને વડાપ્રધાન મોદીને ત્રીજી વખત પીએમ બન્યા તેનું અભિવાદન કરવાનું છે. ગુજરાત સંગઠનનું મહત્વ અને કામગીરી આખા દેશે શીખવાની જરૂર છે. નરેન્દ્રભાઈએ લોહી પરસેવો એક કરીને આ સંગઠન ઉભું કર્યું અને તેમાં અમિતભાઈનું માર્ગદર્શન મળ્યું છે.
કોરોનાના કારણે વચ્ચે આ અભિયાન લંબાવ્યું હતું
આ સંગઠનની ઈર્ષા થાય તેવું છે શિસ્ત અને કામગીરી. પાર્ટીના સભ્ય તરીકે 6 વર્ષે મુદત પૂરી થઈ છે. આ એક પાર્ટી એવી છે જેના 6 વર્ષે સદસ્યતા પૂર્ણ થાય છે. ઘણી પાર્ટીમાં આજીવન સદસ્યતા મળી જતી હોય છે. કોરોનાના કારણે વચ્ચે આ અભિયાન લંબાવ્યું હતું પછી ઈલેક્શન આવ્યું એટલે લંબાયું છે. ત્યારે હવે જ્યાં ઈલેક્શન છે તે સિવાયના રાજ્યમાં આ અભિયાન શરૂ થયું છે. ગઈકાલે સાંજે 5 વાગે દિલ્હીમાં વડાપ્રધાન મોદીને પ્રથમ સભ્ય બનાવી નોંધણી કરાવી છે.
સક્રિય સભ્ય માટે 100 સદસ્ય બનાવેલા હોવાનો નિયમ
ગુજરાતમાંથી પણ ઘણા સભ્યોના મને મોડી રાત્રે કોલ આવ્યા કે અમારે 100 સભ્ય થઈ ગયા છે. સક્રિય સભ્ય માટે 100 સદસ્ય બનાવેલા હોવાનો નિયમ છે. અહીં બેઠેલા તમામને મારી વિનંતી છે કે આપણે સીએમને સદસ્ય બનાવીએ પછી મિસ કોલ કરી તેની વિગત ભરી સભ્યો બનો. ગુજરાતમાં ટાર્ગેટ નક્કી કર્યો હતો, અમે ચર્ચા કરી હતી કે 2 કરોડ જેટલા મતો મળ્યા છે.