BJP દ્વારા ચૂંટણી અધિકારીઓની કરાઈ નિમણૂંક, ભૂપેન્દ્ર યાદવ ગુજરાતના ચૂંટણીના અધિકારી
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના પ્રદેશ પ્રમુખો અને સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે ચૂંટણી અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલને ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. મનોહર લાલ ખટ્ટરને બિહારના ચૂંટણી અધિકારી અને ધર્મેન્દ્ર પ્રધાનને મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે.શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના ચૂંટણી અધિકારી બનાવ્યા ભાજપે ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના, શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના અને સુનીલ બંસલને ગોવાના ચૂંટણી અધિકારી બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને કેરળના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને છત્તીસગઢના ચૂંટણી પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે. 11 મંત્રીઓ અને 3 રાજ્ય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીને તમિલનાડુના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને તેલંગાણાના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના ચૂંટણી પ્રભારીની યાદીમાં કેન્દ્ર સરકારના 11 અને રાજ્યના 3 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 5 મહામંત્રીઓને ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના બંધારણ મુજબ આ પહેલા તેમણે ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણી કરાવવાની રહેશે. 15 જાન્યુઆરી સુધીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, બંગાળ અને ઝારખંડમાં પણ પ્રદેશ પ્રમુખોમાં ફેરફાર થશે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના પ્રદેશ પ્રમુખો અને સભ્યો માટે ચૂંટણી યોજાવાની છે. આ માટે ભાજપે ચૂંટણી અધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. પીયૂષ ગોયલને ઉત્તર પ્રદેશના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે. મનોહર લાલ ખટ્ટરને બિહારના ચૂંટણી અધિકારી અને ધર્મેન્દ્ર પ્રધાનને મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી બનાવવામાં આવ્યા છે.
શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના ચૂંટણી અધિકારી બનાવ્યા
ભાજપે ભૂપેન્દ્ર યાદવને ગુજરાતના, શિવરાજ સિંહ ચૌહાણને કર્ણાટકના અને સુનીલ બંસલને ગોવાના ચૂંટણી અધિકારી બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીને કેરળના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેને છત્તીસગઢના ચૂંટણી પ્રભારી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રાજસ્થાનના ચૂંટણી પ્રભારી નિયુક્ત કરવામાં આવ્યા છે.
11 મંત્રીઓ અને 3 રાજ્ય મંત્રીઓને જવાબદારી સોંપવામાં આવી
કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડીને તમિલનાડુના ચૂંટણી પ્રભારી બનાવવામાં આવ્યા છે. કેન્દ્રીય રાજ્ય મંત્રી શોભા કરંદલાજેને તેલંગાણાના ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભાજપના ચૂંટણી પ્રભારીની યાદીમાં કેન્દ્ર સરકારના 11 અને રાજ્યના 3 મંત્રીઓની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત 5 મહામંત્રીઓને ચૂંટણીના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં ભાજપને નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે
તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટીને જાન્યુઆરી અથવા ફેબ્રુઆરી મહિનામાં તેના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ મળી શકે છે. પાર્ટીના બંધારણ મુજબ આ પહેલા તેમણે ઓછામાં ઓછા 50 ટકા રાજ્યોમાં સંગઠનાત્મક ચૂંટણી કરાવવાની રહેશે. 15 જાન્યુઆરી સુધીમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, ગુજરાત, જમ્મુ-કાશ્મીર, બંગાળ અને ઝારખંડમાં પણ પ્રદેશ પ્રમુખોમાં ફેરફાર થશે.