Bilimora રાઇડ તૂટી પડવાની ઘટનામાં ચોંકાવનારો ખુલાસો, ડ્રાઇવરને ઇન્ચાર્જ ફાયર ઓફિસરનો ચાર્જ અપાયો હતો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
બિલિમોરામાં મેળામાં રાઇડ તૂટી પડવાની ઘટનામાં તપાસનો ધમધમાટ શરુ થયો છે ત્યારે તપાસમાં ચોંકાવનારા તથ્યો બહાર આવ્યા છે. તપાસમાં મેળાની મંજૂરીમાં એક બાદ એક બેદરકારીનો ખુલાસો થઇ રહ્યો છે. મેળામાં અપાયેલી ફાયર NOCમાં ડ્રાઈવર અને ફોરમેન પાસે સહી કરાવી હોવાનો અને ડ્રાઇવરને ઇન્ચાર્જ ફાયર ઓફિસરનો ચાર્જ અપાયો હોવાનો ખુલાસો થયો છે.
પાલિકાના ચીફ ઓફિસરની સામે સહી કરી
નવાઇની વાત એ છે કે ફાયર NOCમાં ડ્રાઈવર અને ફોરમેન પાસે સહી કરાવાઇ છે. બિલિમોરા પાલિકાની બેદરકારીનો વીડિયો વાયરલ થયો છે જેમાં ખુદ ડ્રાઇવર કહી રહ્યો છે કે તેણે પાલિકાના ચીફ ઓફિસરની સામે સહી કરી છે
સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ચાલી રહેલા મેળામાં રાઇડ તૂટી પડી
આ સમગ્ર મામલે પાલિકાના ચીફ ઓફિસર સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે કારણ કે તેમની બેદરકારી છતી થઇ છે. સોમનાથ મહાદેવ મંદિર પરિસરમાં ચાલી રહેલા મેળામાં જે રાઇડ તૂટી પડી છે તેમાં ચકડોળ તૂટી પડવાની ઘટના સમગ્ર ઘટના વચ્ચે ફાયર NOC ને લઈને પણ હવે બિલીમોરા પાલિકાની ગંભીર બેદરકારી છતી કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. પાલિકા ના ડ્રાઈવર તેમજ ફોરમેન પાસે ફાયર NOC પર ફાયર ઓફિસર તરીકે સહી કરાવી હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં પાલિકા ના ડ્રાઈવર જયેશ સોલંકી એવું કહેતા નજરે ચડી રહ્યા છે કે પાલિકાના ચીફ ઓફિસર ની સામે જ મે સહી કરી હતી
નાના કર્મચારીનો ભોગ લેવા આવા કાવતરાઓ
જો આ ઘોર બેદરકારી વચ્ચે આગ જેવી જ અન્ય દુર્ઘટના બને તો જવાબદારી કોની તે સવાલ વ્યક્ત કરાઇ રહ્યો છે. આવી ઘટના બાદ આવા ઉચ્ચ અધિકારીઓ પોતાને બચાવવા માટે નાના કર્મચારીનો ભોગ લેવા આવા કાવતરાઓ કરતા હોય છે એવા સવાલો પણ સામે આવી રહ્યા છે ત્યારે આવી ઘટના બાદ પાલિકાના ચીફ ઓફિસર સામે પણ યોગ્ય કાર્યવાહી થવી જરૂરી છે
What's Your Reaction?






