Big News: IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવાયા

IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવવામાં આવ્યા છે. IPS હસમુખ પટેલ 1993 બેચના અધિકારી છે અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પણ છે. હવે IPS તરીકે હસમુખ પટેલ રાજીનામું આપશે. વિસનગરમાં હાઈસ્કુલ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ વર્ષ 1993 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. તેમને સ્કુલનો અભ્યાસ બનાસકાંઠાના બાલુન્દ્રા ગામ તેમજ ઈકબાલગઢમાં જ કર્યો અને હાઈસ્કુલનો અભ્યાસ વિસનગરમાં પૂરો કર્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો અને IPS Civil Listમાં જણાવ્યા મુજબ હસમુખ પટેલના અભ્યાસ અને ડીગ્રીની યાદીમાં એમ.ઈ. સ્ટ્રક્ચરલ એન્જિનીયરિંગ માસ્ટર ડીગ્રી ઈન પોલીસ મેનેજમેન્ટ એમ.બી.એ.પીએચ.ડી. એલએલએમ સામેલ છે. હસમુખ પટેલને આ કારણે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો 23 જૂન 1965માં જન્મેલા હસમુખ પટેલની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી પણ 5 માર્ક ઓછા આવવાના કારણે તેમને મેડિકલના બદલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. UPSCમાં 4 વખત ગુજરાતીમાં પેપર લખનારા હસમુખ પટેલ ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. 2 વખત સિવિલ સર્વિસ પાર કરી હતી. ત્રીજા પ્રયત્નમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી.અનેક પોસ્ટ પર બજાવી ચૂક્યા છે ફરજ તેઓ SP તરીકે પ્રોહિબિશન વલસાડ, સુરત, પોરબંદર, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો અને પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ 2018થી ADGP હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હસમુખ પટેલ યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર જઈ આવ્યા છે.

Big News: IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

IPS હસમુખ પટેલને GPSCના ચેરમેન બનાવવામાં આવ્યા છે. IPS હસમુખ પટેલ 1993 બેચના અધિકારી છે અને પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ પણ છે. હવે IPS તરીકે હસમુખ પટેલ રાજીનામું આપશે. 

વિસનગરમાં હાઈસ્કુલ સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો

તમને જણાવી દઈએ કે હસમુખ પટેલ વર્ષ 1993 બેચના આઈપીએસ અધિકારી છે અને તેઓ બનાસકાંઠા જિલ્લાના ઈકબાલગઢના વતની છે. તેમને સ્કુલનો અભ્યાસ બનાસકાંઠાના બાલુન્દ્રા ગામ તેમજ ઈકબાલગઢમાં જ કર્યો અને હાઈસ્કુલનો અભ્યાસ વિસનગરમાં પૂરો કર્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીમાંથી બી.ઈ. સિવિલનો અભ્યાસ કર્યો અને IPS Civil Listમાં જણાવ્યા મુજબ હસમુખ પટેલના અભ્યાસ અને ડીગ્રીની યાદીમાં એમ.ઈ. સ્ટ્રક્ચરલ એન્જિનીયરિંગ માસ્ટર ડીગ્રી ઈન પોલીસ મેનેજમેન્ટ એમ.બી.એ.પીએચ.ડી. એલએલએમ સામેલ છે.

હસમુખ પટેલને આ કારણે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો

23 જૂન 1965માં જન્મેલા હસમુખ પટેલની ઈચ્છા ડૉક્ટર બનવાની હતી પણ 5 માર્ક ઓછા આવવાના કારણે તેમને મેડિકલના બદલે એન્જિનિયરિંગમાં પ્રવેશ લેવો પડ્યો હતો. UPSCમાં 4 વખત ગુજરાતીમાં પેપર લખનારા હસમુખ પટેલ ત્રણ વખત ઈન્ટરવ્યુ સુધી પહોંચ્યા હતા. 2 વખત સિવિલ સર્વિસ પાર કરી હતી. ત્રીજા પ્રયત્નમાં ઈન્ડિયન એકાઉન્ટ સર્વિસ અને ચોથા પ્રયત્નમાં ઈન્ડિયન પોલીસ સર્વિસ પસંદ કરી હતી.

અનેક પોસ્ટ પર બજાવી ચૂક્યા છે ફરજ

તેઓ SP તરીકે પ્રોહિબિશન વલસાડ, સુરત, પોરબંદર, ભાવનગર રેલવેમાં ફરજ બજાવી ચૂક્યા છે. DIG IGP તરીકે સુરત રેન્જ, ગાંધીનગર રેન્જ, એન્ટી કરપ્શન બ્યુરો અને પ્લાનિંગ એન્ડ મોડર્નાઈજેશન તેમજ સ્ટેટ મોનિટરિંગ સેલમાં અને વર્ષ 2018થી ADGP હસમુખ પટેલ ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. હસમુખ પટેલ યુએન પીસ કીપિંગ ફોર્સ કોસોવોમાં સ્પેશ્યલ ડેપ્યુટેશન પર જઈ આવ્યા છે.