BIG BREAKING: અડાલજ હત્યાકાંડના આરોપી વિપુલનું એન્કાઉન્ટર, સાયકો કિલરે પોલીસ પર કર્યો હતો હુમલો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Adalaj Case: ગાંધીનગર નજીક અડાલજમાં અંબાપુર નર્મદા કેનાલ નજીક બનેલા લૂંટ વિથ મર્ડર કેસના મુખ્ય આરોપી વિપુલ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું છે. ગઈકાલે (23 સપ્ટેમ્બર) અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી સાયકો કિલર વિપુલ ઉર્ફે નીલ પરમારની રાજકોટથી ધરપકડ કરી હતી. ત્યારબાદ આજે (24 સપ્ટેમ્બર) પોલીસ દ્વારા ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવા આરોપીને ઘટના સ્થળ લઈ જવાયો હતો. આ દરમિયાન આરોપીએ પોલીસની બંદૂક છીનવીને પોલીસ પર જ ફાયરિંગ કરતા પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કરવું પડ્યું હતું, જેમાં આરોપી વિપુલ પરમારનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. જણાવી દઈએ કે, અડાલજ પોલીસ મથક વિસ્તારમાં 20 સપ્ટેમ્બરની મોડીરાત્રે લૂંટ અને હત્યાનો એક ગંભીર ગુનો બન્યો હતો.
What's Your Reaction?






