Bhupendrasinh Zalaની નેતાઓના ફંડીગ અંગે પણ થઇ શકે છે પૂછપરછ, વાંચો Story

6000 કરોડના કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ ધીરે ધીરે થઈ રહ્યાં છે,બીજી તરફ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે,CID ક્રાઇમ ભૂપેન્દ્ર ઝાલાની કડક પૂછપરછ હાથધરી છે સાથે સાથે લોકો પાસેથી લીધેલા નાણાંના રોકાણ અંગે પૂછપરછ કરાઈ છે જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક ખુલાસાઓ કર્યા છે,ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડી ક્રાઈમને તપાસમાં સહયોગ આપતો નથી તેવી વાત સામે આવી છે. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદેલી મિલકતો અંગે પૂછપરછ કરશે સમગ્ર ઘટનામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયા કયાં અને કેવી રીતે રોકયા તેને લઈ પણ પૂછપરછ કરાઈ રહી છે સાથે સાથે રૂપિયાની હેરફેર માટે આંગડિયા પેઢીઓ અંગે પૂછપરછ તેમજ ગ્રોમોરના વિદ્યાર્થીઓના નામે ગ્રાન્ટ લેવા મુદ્દે પૂછપરછ સાથે સાથે સ્કૂલના નામે બેંકમાંથી મોર્ગેજ લોન લેવા મુદ્દે પૂછપરછ કરાઈ છે,બીજી તરફ જે રૂપિયા આવ્યા હતા અને તે રૂપિયાથી પરિવારજનોના નામે ખરીદેલી મિલકતો અંગે પૂછપરછ પણ કરાઈ છે અને બેંક ટ્રાન્ઝેકશનને લઈ પણ પૂછપરછ કરાઈ છે. જામીન અને પછીના કાગળ માટે આવ્યો હતો ઝાલા જામીન અરજીને લઈ તે મહેસાણા પહોંચે છે અને પોલીસને તેની માહિતી મળે છે,ત્યારે પોલીસના હાથે તે પહેલા ઝડપાયો ન હતો,પોલીસે અલગ-અલગ 200 ઘરોમાં તપાસ કરી પણ તે પોલીસના હાથે લાગ્યો ન હતો,મહેસાણા જિલ્લાના દવાડા ગામે ઝાલા રોકાયો અને તેની ગંધ પોલીસને આવી ગઈ હતી તેણે તેના મિત્રને ફોન કર્યો હતો અને તેનો મિત્ર કિરણસિંહ અને ઝાલા બન્ને એક સમાજના હોવાથી તેને મદદ કરી હોવાની વાત સામે આવી છે. ફાર્મ હાઉસમાં પોલીસે કરી હતી રેકી પોલીસે સમગ્ર ઘટનામાં ફાર્મ હાઉસમાં રેકી કરી હતી અને વેશ પલટો કર્યો હતો,જે સમયથી તે ગુજરાતના મહેસાણામાં પ્રવેશ્યો તે સમયે તે વોટસઅપ કોલના માધ્યમથી અલગ-અલગ લોકોના સંપર્કમાં હતો અને પોલીસની કામગીરી પર નજર રાખી રહ્યો હતો,કિરણસિંહે અત્યાર સુધી સૌથી વધારે મદદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કરી છે.ત્રણ તબક્કામાં ઝાલા 10 દિવસ ફાર્મ હાઉસમાં રોકાયો હતો અને પોલીસને માહિતી મળી હતી તેના પર ઓપરેશન પાર પાડયું છે. ચાર દિવસ રેકી બાદ હાથમાં આવ્યો ઝાલા આ સમગ્ર ઘટનાની જાણ સીઆઈડી ક્રાઈમની ટીમ જાણતી હતી અને બાતમીદારના આધારે ઓપરેશન પાર પાડયુ છે જેમાં ફાર્મ હાઉસ મોટું હોવાથી કયાંથી કંઈ રીતે અંદર ઘુસવું તેને લઈ સવાલ ઉભો થયો હતો સાથે સાથે પોલીસે ચાર દિવસ રેકી કરી હતી અને ખાનગી વાહનમાં રેકી કરી હતી,જયાં આગળ સીસીટીવી ના હતા તેવી જગ્યાએ પોલીસની બાજ નજર હતી અને ખેલ પૂર્ણ કરી દેવામાં આવ્યો.

Bhupendrasinh Zalaની નેતાઓના ફંડીગ અંગે પણ થઇ શકે છે પૂછપરછ, વાંચો Story

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

6000 કરોડના કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ બાદ અનેક ખુલાસાઓ ધીરે ધીરે થઈ રહ્યાં છે,બીજી તરફ કોર્ટે ભૂપેન્દ્ર ઝાલાના 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે,CID ક્રાઇમ ભૂપેન્દ્ર ઝાલાની કડક પૂછપરછ હાથધરી છે સાથે સાથે લોકો પાસેથી લીધેલા નાણાંના રોકાણ અંગે પૂછપરછ કરાઈ છે જેમાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અનેક ખુલાસાઓ કર્યા છે,ભૂપેન્દ્રસિંહ ઝાલા સીઆઈડી ક્રાઈમને તપાસમાં સહયોગ આપતો નથી તેવી વાત સામે આવી છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ખરીદેલી મિલકતો અંગે પૂછપરછ કરશે

સમગ્ર ઘટનામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રૂપિયા કયાં અને કેવી રીતે રોકયા તેને લઈ પણ પૂછપરછ કરાઈ રહી છે સાથે સાથે રૂપિયાની હેરફેર માટે આંગડિયા પેઢીઓ અંગે પૂછપરછ તેમજ ગ્રોમોરના વિદ્યાર્થીઓના નામે ગ્રાન્ટ લેવા મુદ્દે પૂછપરછ સાથે સાથે સ્કૂલના નામે બેંકમાંથી મોર્ગેજ લોન લેવા મુદ્દે પૂછપરછ કરાઈ છે,બીજી તરફ જે રૂપિયા આવ્યા હતા અને તે રૂપિયાથી પરિવારજનોના નામે ખરીદેલી મિલકતો અંગે પૂછપરછ પણ કરાઈ છે અને બેંક ટ્રાન્ઝેકશનને લઈ પણ પૂછપરછ કરાઈ છે.

જામીન અને પછીના કાગળ માટે આવ્યો હતો ઝાલા

જામીન અરજીને લઈ તે મહેસાણા પહોંચે છે અને પોલીસને તેની માહિતી મળે છે,ત્યારે પોલીસના હાથે તે પહેલા ઝડપાયો ન હતો,પોલીસે અલગ-અલગ 200 ઘરોમાં તપાસ કરી પણ તે પોલીસના હાથે લાગ્યો ન હતો,મહેસાણા જિલ્લાના દવાડા ગામે ઝાલા રોકાયો અને તેની ગંધ પોલીસને આવી ગઈ હતી તેણે તેના મિત્રને ફોન કર્યો હતો અને તેનો મિત્ર કિરણસિંહ અને ઝાલા બન્ને એક સમાજના હોવાથી તેને મદદ કરી હોવાની વાત સામે આવી છે.

ફાર્મ હાઉસમાં પોલીસે કરી હતી રેકી

પોલીસે સમગ્ર ઘટનામાં ફાર્મ હાઉસમાં રેકી કરી હતી અને વેશ પલટો કર્યો હતો,જે સમયથી તે ગુજરાતના મહેસાણામાં પ્રવેશ્યો તે સમયે તે વોટસઅપ કોલના માધ્યમથી અલગ-અલગ લોકોના સંપર્કમાં હતો અને પોલીસની કામગીરી પર નજર રાખી રહ્યો હતો,કિરણસિંહે અત્યાર સુધી સૌથી વધારે મદદ ભૂપેન્દ્રસિંહ ઝાલાને કરી છે.ત્રણ તબક્કામાં ઝાલા 10 દિવસ ફાર્મ હાઉસમાં રોકાયો હતો અને પોલીસને માહિતી મળી હતી તેના પર ઓપરેશન પાર પાડયું છે.

ચાર દિવસ રેકી બાદ હાથમાં આવ્યો ઝાલા

આ સમગ્ર ઘટનાની જાણ સીઆઈડી ક્રાઈમની ટીમ જાણતી હતી અને બાતમીદારના આધારે ઓપરેશન પાર પાડયુ છે જેમાં ફાર્મ હાઉસ મોટું હોવાથી કયાંથી કંઈ રીતે અંદર ઘુસવું તેને લઈ સવાલ ઉભો થયો હતો સાથે સાથે પોલીસે ચાર દિવસ રેકી કરી હતી અને ખાનગી વાહનમાં રેકી કરી હતી,જયાં આગળ સીસીટીવી ના હતા તેવી જગ્યાએ પોલીસની બાજ નજર હતી અને ખેલ પૂર્ણ કરી દેવામાં આવ્યો.