Bhupendrasinh Zalaના સમર્થનમાં યોજાયું સંમેલન, ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું : આગેવાન
સાબરકાંઠામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાયું છે અને અરવલ્લી અને સાબરકાંઠામાં ઠેર-ઠેર હોર્ડિગ્સ પણ લગાવવામાં આવ્યા છે.સમર્થકો દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના વતનમાં સંમેલન યોજવામાં આવ્યું છે,જેમાં સંમેલનમાં સમાજના આગેવાનનું નિવેદન સામે આવ્યું છે,જેમાં તેમનું કહેવું છે કે,ભૂપેન્દ્ર ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું. ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતનમાં સંમેલન યોજાયું છેલ્લા બે દિવસથી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાઈ રહ્યું છે,જેમાં સમર્થકોએ જાહેર મંચ પરથી કહ્યું કે,6 હજાર કરોડની ફરિયાદ બાદ હવે 400 કરોડ થયા છે,ઝાલાના સમર્થનમાં લોકોના ફરી ટોળા ઉમટયા છે અને ઠેર-ઠેર હોર્ડિગ્સ પણ લગવવામા આવ્યા છે,સાબરકાંઠા અને અરવલ્લીમાં આ હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે,તો પોલીસ પણ સભાને લઈ કંઈ કરી શકતી નથી,આ સભા યોજવા માટે પરમિશન હતી કે નહી તે પણ એક સવાલ છે,ત્યારે સમાજ શું આવા ઠગોને બચાવી રહી છે ! અરવલ્લીમાં પણ લાગ્યા હોર્ડિગ્સ રાજ્યભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી હજારો કરોડ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજીને કોર્ટે ફગાવી હતી આથી કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં છે. દરમિયાન, અરવલ્લીમાં કેટલાક ઇસમો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં ઠેર ઠેર ‘WE SUPPORT BZ’ નાં લખાણ સાથે મસમોટા હોર્ડિંગ્સ લગાવાયા છે. ઝાલા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરી છે.ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં માહિતી છૂપાવી હતી અને એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છૂપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.6 હજાર કરોડની ફરિયાદના પગલે ગુજરાત ભરમાં વ્યાપ્યો છે હડકંપ.એક કા ડબલ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણાં ભાજપી નેતાઓના સંબંધો હોવાના વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા થયા છે, તેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ દેખાય છે. જો કે ભીખુસિંહે ઝાલા સાથે પોતાને કોઇ સંબંધ ન હોવાની સ્પષ્ટતાઓ કરવી પડી રહી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
સાબરકાંઠામાં ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાયું છે અને અરવલ્લી અને સાબરકાંઠામાં ઠેર-ઠેર હોર્ડિગ્સ પણ લગાવવામાં આવ્યા છે.સમર્થકો દ્વારા ભૂપેન્દ્ર ઝાલાના વતનમાં સંમેલન યોજવામાં આવ્યું છે,જેમાં સંમેલનમાં સમાજના આગેવાનનું નિવેદન સામે આવ્યું છે,જેમાં તેમનું કહેવું છે કે,ભૂપેન્દ્ર ઝાલાને વરઘોડા સાથે બહાર લાવીશું.
ભૂપેન્દ્રસિંહ ઝાલાના વતનમાં સંમેલન યોજાયું
છેલ્લા બે દિવસથી ભૂપેન્દ્રસિંહ ઝાલાના સમર્થનમાં સંમેલન યોજાઈ રહ્યું છે,જેમાં સમર્થકોએ જાહેર મંચ પરથી કહ્યું કે,6 હજાર કરોડની ફરિયાદ બાદ હવે 400 કરોડ થયા છે,ઝાલાના સમર્થનમાં લોકોના ફરી ટોળા ઉમટયા છે અને ઠેર-ઠેર હોર્ડિગ્સ પણ લગવવામા આવ્યા છે,સાબરકાંઠા અને અરવલ્લીમાં આ હોર્ડિગ્સ લગાવવામાં આવ્યા છે,તો પોલીસ પણ સભાને લઈ કંઈ કરી શકતી નથી,આ સભા યોજવા માટે પરમિશન હતી કે નહી તે પણ એક સવાલ છે,ત્યારે સમાજ શું આવા ઠગોને બચાવી રહી છે !
અરવલ્લીમાં પણ લાગ્યા હોર્ડિગ્સ
રાજ્યભરમાં લોકોને વધુ વળતરની લાલચ આપીને પોંઝી સ્કીમોમાં રોકાણ કરાવી હજારો કરોડ રૂપિયાનું સૌથી મોટું કૌભાંડ આચરનારા BZ ગ્રૂપનાં માલિક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણાથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદ ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, ભૂપેન્દ્રસિંહ ઝાલાની જામીન અરજીને કોર્ટે ફગાવી હતી આથી કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા હાલ જેલમાં છે. દરમિયાન, અરવલ્લીમાં કેટલાક ઇસમો દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલાનાં સમર્થનમાં ઠેર ઠેર ‘WE SUPPORT BZ’ નાં લખાણ સાથે મસમોટા હોર્ડિંગ્સ લગાવાયા છે.
ઝાલા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાઈ છે
આ સમગ્ર મામલે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.કુમાર ભાટ નામના યુવકે હિંમતનગર ચૂંટણી શાખામાં લેખિત ફરિયાદ કરી છે.ભૂપેન્દ્ર ઝાલા સામે આર્મ્સ એક્ટનો ગુનો અમદાવાદમાં નોંધાયો હોવા છતાં માહિતી છૂપાવી હતી અને એફિડેવિટમાં ફરિયાદ સહિતની વિગતો છૂપાવ્યાની ફરિયાદ નોંધાઈ છે.6 હજાર કરોડની ફરિયાદના પગલે ગુજરાત ભરમાં વ્યાપ્યો છે હડકંપ.એક કા ડબલ કૌભાંડના મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઘણાં ભાજપી નેતાઓના સંબંધો હોવાના વિડીયો અને ફોટોગ્રાફ્સ ફરતા થયા છે, તેમાં રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર પણ દેખાય છે. જો કે ભીખુસિંહે ઝાલા સાથે પોતાને કોઇ સંબંધ ન હોવાની સ્પષ્ટતાઓ કરવી પડી રહી છે.