Bhuj Rain News : ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો

Sep 8, 2025 - 11:00
Bhuj Rain News : ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ, બસ સ્ટેન્ડ વિસ્તાર બેટમાં ફેરવાયો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

કચ્છ જિલ્લામાં વહેલી સવારથી મેઘો મન મુકીને વરસી રહ્યો છે ત્યારે ભુજમાં 4 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે, પાણી ભરાવાના કારણે અનેક રોડ પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન પર તેની અસર જોવા મળી છે, ભુજના એસટી બસ સ્ટેશનમાં પણ પાણી ભરાયા છે અને વાહનો પાણીમાં બંધ પડયા હોવાની વાત પણ સામે આવી છે, હોસ્પિટલ રોડ પર પણ પાણી ભરાયા છે.

કચ્છના ભચાઉમાં ધોધમાર વરસાદ

કચ્છના ભચાઉમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, છેલ્લા 24 કલાકથી કચ્છ પંથકમાં વરસાદ વરસી રહ્યો છે, કચ્છના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે, ભચાઉના કુજીસર અને મેઘપર ગામમાં પાણી ભરાયા છે, ભારે વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાયા છે, કચ્છના નદી નાળામાં પણ નવા નીરની આવક થઈ છે, બીજી તરફ ખેડૂતોનો તૈયાર થયેલો પાક પાણીમાં નષ્ટ થયો છે.

ગુજરાતમાં 6થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં 6થી 10 વાગ્યા સુધીમાં 44 તાલુકામાં વરસાદ નોંધાયો છે, કચ્છના રાપરમાં 3.54 ઈંચ વરસાદ નોંધાયો, નખત્રાણામાં 2.24 ઇંચ, ભાભરમાં 1.89 ઇંચ વરસાદ, લખપતમાં 1.77 ઇંચ, રાધનપુરમાં 1.73 ઇંચ વરસાદ, માળીયામાં 1.57 ઇંચ, સાંતલપુરમાં 1.42 ઇંચ વરસાદ, ભચાઉમાં 1.34 ઇંચ, ભુજમાં 1.34 ઇંચ વરસાદ નોંધાયો છે.કચ્છના સામખિયાળીમાં ધોધમાર વરસાદ

કચ્છના સામખિયાળીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે સામખિયાળી માળિયા હાઈવે પર પાણી ભરાયા છે હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહન વ્યવહારને અસર થઈ છે અને હાઈવે પાસેની દુકાનો અને વાહનો પાણીમાં ગરકાવ થયા છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0