Bhujમા આવેલ સ્મૃતિ મંદિર 51 હજાર દીવડાઓથી ઝળહળી ઉઠયું, લોકોમાં ખુશીનો માહોલ

ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવન ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ધનતેરસના દિવસે સ્મૃતિવનને દીવડાથી શણગારવામાં આવ્યું હતું ફ્રેન્ડસ ગ્રુપ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગ 51000 જેટલા દીવડા પ્રગટાવતા સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું 2001 વિનાશકારી ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે. લોકોમાં જોવા મળી અનેરી ખુશી દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મૃતિવન ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્મૃતિવનને દીવડાથી શણગારમાં આવ્યું જેનો આકાશી અદભુદ્ નજારો જોવા મળ્યો હતો,આ વર્ષે દીપોત્સવની સાથો સાથ રાસ ઉત્સવનું આયોજન કર્યું હતું.સ્મૃતિ વનમાં ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંલગ્ન 80 જેટલી સંસ્થાઓના સહયોગથી 51,000 દીવડા પ્રજ્વલિત કરવામાં આવતા ભૂજીયો ડુંગર ઝગમગી ઉઠ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના દિવસે પ્રકાશ પર્વ નિમિતે સૂર્યાસ્ત બાદ દીપોત્સવનો નજારો જોવા સ્મૃતિવનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. ભુજિયા ડુંગર વિશ્વપ્રખ્યાત વર્ષ 2001 ના વિનાશકારી ભૂકંપમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો એવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર પર નિર્માણ પામેલ સ્મૃતિવન ખાતે ધનતેરસના દિવસે દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસની ઢળતી સાંજે 51,000 જેટલા દીવડાથી સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું હતું. ફ્રેન્ડસ ગ્રુપના આ આયોજનમાં અન્ય સમાજ અને સંગઠન તેમજ પ્રજાજનો પણ જોડાયા હતા.  

Bhujમા આવેલ સ્મૃતિ મંદિર 51 હજાર દીવડાઓથી ઝળહળી ઉઠયું, લોકોમાં ખુશીનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભુજીયા ડુંગરની તળેટીમાં આવેલા સ્મૃતિવન ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે ધનતેરસના દિવસે સ્મૃતિવનને દીવડાથી શણગારવામાં આવ્યું હતું ફ્રેન્ડસ ગ્રુપ તેમજ વિવિધ સંસ્થાઓના સહયોગ 51000 જેટલા દીવડા પ્રગટાવતા સ્મૃતિવન રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું 2001 વિનાશકારી ભૂકંપમાં અવસાન પામેલા લોકોની યાદમાં સ્મૃતિવન બનાવવામાં આવ્યું છે.

લોકોમાં જોવા મળી અનેરી ખુશી

દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્મૃતિવન ખાતે દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા સ્મૃતિવનને દીવડાથી શણગારમાં આવ્યું જેનો આકાશી અદભુદ્ નજારો જોવા મળ્યો હતો,આ વર્ષે દીપોત્સવની સાથો સાથ રાસ ઉત્સવનું આયોજન કર્યું હતું.સ્મૃતિ વનમાં ફ્રેન્ડ્સ ગ્રુપ તેમજ વિવિધ સંલગ્ન 80 જેટલી સંસ્થાઓના સહયોગથી 51,000 દીવડા પ્રજ્વલિત કરવામાં આવતા ભૂજીયો ડુંગર ઝગમગી ઉઠ્યો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ધનતેરસના દિવસે પ્રકાશ પર્વ નિમિતે સૂર્યાસ્ત બાદ દીપોત્સવનો નજારો જોવા સ્મૃતિવનમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી.


ભુજિયા ડુંગર વિશ્વપ્રખ્યાત

વર્ષ 2001 ના વિનાશકારી ભૂકંપમાં જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો એવા દિવંગતોની સ્મૃતિમાં ભુજિયા ડુંગર પર નિર્માણ પામેલ સ્મૃતિવન ખાતે ધનતેરસના દિવસે દીપોત્સવની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવી હતી. ધનતેરસની ઢળતી સાંજે 51,000 જેટલા દીવડાથી સ્મૃતિવન ઝળહળી ઉઠ્યું હતું. ફ્રેન્ડસ ગ્રુપના આ આયોજનમાં અન્ય સમાજ અને સંગઠન તેમજ પ્રજાજનો પણ જોડાયા હતા.