Bhavnagarમાં મનપા કમિશ્નરના આકરા તેવર, કામગીરીમાં બેદરકારીને લઈને 2 ઉચ્ચ અધિકારીઓને ફટકારી નોટિસ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં મનપા કમિશ્નરના આકરા તેવર જોવા મળ્યા. મનપા કમિશ્નરે કામગીરીમાં બેદરકારીને લઈને કર્મચારીઓને લાલ આંખ બતાવી. ડ્રેનેજ કામગીરી મામલે કર્મચારીઓએ બેદરકારી દાખવતા મનપા કમિશ્નરે આખરે કડક વલણ અપનાવ્યું. ડ્રેનેજ, યોજના વિભાગના 2 કાર્યપાલક ઈજનેરે મનપા કમિશ્નરે નોટીસ ફટકારી. કામગીરીમાં કેમ આવી બેદરકારી કરવામાં આવે તેને લઈને કર્મચારીઓને ખુલાસા પૂછવામાં આવ્યો.
મનપા કમિશ્નર અધિકારીઓ સામે લાલઘૂમ
રાજ્યભરમાં ચોમાસાનો ત્રીજો રાઉન્ડ જોવા મળ્યો. છેલ્લા કેટલાક દિવસોથી ફરી અનેક વિસ્તારોમાં ઠેર-ઠેર ભારે વરસાદ ખાબકયો. ત્યારે ભારે વરસાદના કારણે કેટલાક સ્થાનો પર ગાબડા અને ભૂવા પડયા હતા. તો કયાંક ડ્રેનેજ લાઈનના કારણે ગટરો ઉભરાતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ડ્રેનેજ લાઈનમાં થયેલ ભંગાણમાં મનપાના અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી હાથ ના ધરતા પ્રજાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મનપા કમિશ્નર દ્વારા અસરકારક કામગીરીના આદેશ બાદ પણ કર્મચારીઓ દ્વારા ડ્રેનેજ મામલે કામગીરીમાં બેદરકારી દાખવવામાં આવી.
અધિકારીઓ સામે કડક વલણ મનપા પરિસરમાં ચર્ચા
હાદાનગર માં સત્યનારાયણ સોસાયટી 1 વિસ્તાર માં ડ્રેનેજ ના પ્રશ્ન ને લઈ ને સ્થાનિકો પોકારી તોબા પોબાકારી ગયા છે. ડ્રેનેજના અણઉકેલ પ્રશ્ન અને બેદરકારીને લઈ મનપા કમિશ્નરએ મનપાના જ 2 ઉચ્ચ અધિકારીઓને નોટિસ ફટકારી. ડ્રેનેજની સમસ્યાનો ઉકેલના લાવતા અધિકારીઓને નોટિસ ફટકારી આ બાબતે ખુલાસો પૂછવામાં આવ્યો. અધિકારીઓને નોટિસ ફટકારવામાં આવતા મનપા પરિસરમાં પણ ચર્ચાનો માહોલ જોવા મળ્યો.
What's Your Reaction?






