Bhavnagarમાં પોલીસ પુત્રએ સર્જેલા અકસ્માતમાં આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રકશન

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ગુજરાતમાં બેફામ કાર ચલાવીને અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે. બે દિવસ પહેલા ભાવનગરમાં પોલીસ પુત્રએ બેફામ કાર ચલાવી કેટલાક લોકોના જીવ જોખમમાં મુક્યા હતા. આરોપીએ બે લોકોને અડફેટે લેતા તેમના મોત પણ થયા હતા. આ ઘટનામાં આજે આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે.
બેફામ રીતે કાર હંકારી 5થી વધુ લોકોને અડફેટે લીધા
આ ઘટનાનો આરોપી પોલીસ પુત્ર છે. બેફામ રીતે કાર હંકારી 5થી વધુ લોકોને અડફેટે લીધા હતા. આ અકસ્માતમાં 2 લોકોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં આરોપી હર્ષરાજસિંહ ગોહિલની ધરપકડ કરાઇ છે. નિલમબાગ પોલીસે આરોપી પોલીસ પુત્ર હર્ષરાજસિંહ ગોહિલની ધરપકડ કરી હતી. નિલમબાગ પોલીસ દ્વારા પોલીસ કાફલા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું છે.
આરોપીને સાથે રાખી રિકન્સ્ટ્રકશન
કાળિયાબીડ શક્તિ માતાના મંદિર પાસે હિટ એન્ડ રનનો મામલો થયો હતો. આરોપીએ બે કાર વચ્ચે રેસ લગાવી હોવાથી આ અકસ્માત સર્જાયો હતો. જ્યારે આરોપીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે પોલીસ સામે ફટકાર લગાવી હતી. ત્યાર બાદ આરોપી સામે 304ની કલમ ઉમેરવામાં આવી હતી.
What's Your Reaction?






