Bhavnagarમાં ACBમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ, જયેન્દ્રસિંહ ગોહિલનો પત્તો ન મળતા ચકચાર

Oct 21, 2026 - 18:00
Bhavnagarમાં ACBમાં ફરજ બજાવતો કોન્સ્ટેબલ રહસ્યમય સંજોગોમાં ગુમ, જયેન્દ્રસિંહ ગોહિલનો પત્તો ન મળતા ચકચાર

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર શહેરના પોલીસ બેડામાંથી એક અત્યંત ચોંકાવનારી અને ગંભીર ઘટના સામે આવી છે. ભાવનગર એન્ટી કરપ્શન બ્યુરો (ACB) માં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જયેન્દ્રસિંહ નરપતસિંહ ગોહિલ અચાનક રહસ્યમય સંજોગોમાં ગુમ થઈ ગયા છે. અચાનક તેઓ લાપતા થઈ જવાથી પરિવારજનોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે અને પોલીસ વિભાગમાં પણ હડકંપ મચી ગયો છે. લાંબા સમયથી ફરજ પર હાજર આ કર્મચારીનો કોઈ જ પત્તો ન લાગતા સહકર્મીઓ પણ ચિંતામાં મુકાયા છે.

કોન્સ્ટેબલના ઘરેથી મળી આવી શંકાસ્પદ નોટ

જયેન્દ્રસિંહ ગોહિલ ગુમ થયા બાદ તેમના ઘરની અંદરથી એક લેખિત નોટ મળી આવી હોવાની વાત સામે આવી છે. આ નોટ મળ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો છે અને પરિવારની ચિંતા અનેકગણી વધી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોન્સ્ટેબલના પત્ની દ્વારા તુરંત જ સક્રિયતા દાખવીને શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં જઈને સમગ્ર મામલે જાણ કરવામાં આવી હતી અને પતિને હેમખેમ શોધી આપવા માટે આજીજી કરવામાં આવી હતી.

નીલમબાગ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા

પરિવાર દ્વારા આપવામાં આવેલી ફરિયાદ અને માહિતીના આધારે નીલમબાગ પોલીસે તાત્કાલિક ધોરણે ગુમનોડ નોંધીને તપાસના ચક્રો તીવ્ર ગતિએ ગતિમાન કર્યા છે. પોલીસે જયેન્દ્રસિંહના મોબાઈલ લોકેશન, 3 થી 4 મુખ્ય રૂટ્સના CCTV ફૂટેજ તેમજ તેમના સંપર્કમાં રહેલા લોકોની પૂછપરછ કરવાનું શરૂ કર્યું છે. પોલીસની અલગ-અલગ ટીમો બનાવીને કોન્સ્ટેબલને શોધી કાઢવા માટે ચારેય દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Ahmedabad News : CTM ના પરિવારે ઉત્સાહભેર ખોલ્યું નમકીનનું પેકેટ, અંદરથી એવું શું નીકળ્યું કે આખો પરિવાર ચોંકી ઉઠ્યો?


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0