Bhavnagar શહેરમાં રસ્તા પરના ભૂવાથી લોકોને હાલાકી, લોડિંગ ટ્રક અને રીક્ષા ફસાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ચોમાસા પૂર્વે જ રોડ રસ્તા ખરાબ હાલતમાં છે. જેના લીધે વાહનચાલકો ખૂબ જ મુશ્કેલમાં મૂકાઈ જાય છે.તો ભાવનગર શહેરમાં રોડ રસ્તાની ખૂબ જ ખરાબ હાલત જોવા મળી છે. તેમાં પડેલા ભૂવાઓના લીધે વાહનચાલકો અને રાહદારીઓ ખૂબ જ મુશ્કેલીમાં મૂકાયા છે. તેના લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ તો ભૂવાઓને લીધે વાહનચાલકો હેરાન થયા છે. ચોમાસુ આવતા પાણી ભરાશે તો શું થશે તે અંગે ચિંતાનો વિષય છે.
ભાવનગરમાં ભૂવામાં ટ્રક અને રીક્ષા ફસાઈ
ભાવનગર શહેરમાં એક લોડિંગ ટ્રક અને રીક્ષા રસ્તા પર પડેલા ભૂવાના લીધે ફસાઈ ગયા હતા. ભાવનગર શહેરમાં ઘોઘાસર્કલથી મેઘાણી સર્કલ જવાના રસ્તા ઉપર સિમેન્ટ ભરેલી લોડિંગ ટ્રક અને રીક્ષા ફસાઈ જતા લોકો જોવા માટે ઉમટ્યા હતા. લોડિંગ ટ્રક સાઈડમાં પાર્ક કરેલ હોય અચાનક જ જમીન માં પોલાણ થઈ જતા ટ્રક ફસાયો અને ટ્રક માં રહેલી સિમેન્ટ ખાલી કરવા આવેલ રીક્ષા પણ જમીનમાં ફસાઈ હતી.
વાહનોને બહાર કાઢવાની પ્રક્રિયા શરુ કરાઈ
જમીનમાં પોલાણ થઈ જતા રીક્ષા અને લોડિંગ ટ્રક ફસાઈ જતા તેને બહાર કાઢવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બંન્ને વાહનોને ક્રેનની મદદથી બહાર કઢાયા. તો લોકોએ તાત્કાલિક ભૂવાઓને ભરવાની તંત્ર સમક્ષ માંગણી કરી છે. હજુ ચોમાસુ શરુ થવાના આરે છે. જો કંઈ કાર્યવાહી નહી થાય તો આમ જ દુર્ઘટનાઓ થતી રહેશે. ભૂવાઓના લીધે ઘણા વાહનચાલકોના જીવ જોખમમાં મૂકાય છે. તો તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે ભૂવાને બુરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. તો ચોમાસા પહેલા જ વડોદરામાં પણ ભૂવા પડવાની શરુઆત થઈ છે.
What's Your Reaction?






