Bhavnagar: તળાજામાં વૃદ્ધ સોની દંપતીની સળગેલી હાલતમાં મૃતદેહ મળતા અરેરાટી, મધરાતે બનેલી ઘટનાથી રહસ્ય ઘેરાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાંથી એક અત્યંત કરુણ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વૃદ્ધ સોની દંપતીની તેમના જ ઘરમાંથી સળગેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક તપાસમાં પોલીસે આ ઘટના આત્મહત્યા હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.
પથારીમાં જ સળગી ગયા પતિ-પત્ની
મળતી માહિતી મુજબ, મૃતક દંપતીની ઓળખ કિશોરભાઈ વૈઠા અને રેખાબેન વૈઠા તરીકે થઈ છે. ઘટના મોડી રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ બની હોવાનું મનાય છે. આશ્ચર્યની વાત એ છે કે, જે પથારીમાં દંપતી સૂતું હતું તે પથારી અડધી સળગેલી હાલતમાં મળી આવી છે. પલંગ પર જ બંનેની લાશ સળગેલી અવસ્થામાં જોવા મળી હતી.
આસપાસના લોકોને જાણ સુધ્ધાં ન થઈ
આ ઘટનાનું સૌથી મોટું રહસ્ય એ છે કે, મધરાતે ઘરમાં આગ લાગી હોવા છતાં આસપાસના પાડોશીઓ કે મહોલ્લાના લોકોને તેની જરા પણ જાણ થઈ ન હતી. આગના ધુમાડા કે બૂમાબૂમ જેવી કોઈ પણ હિલચાલ બહાર ન આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાઈ રહ્યા છે. સવારે જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
આ પણ વાંચો: Surat: ONGCમાં નોકરીના બહાને 32 લાખનો ચૂનો, કતારગામના દંપતીએ આપ્યા નકલી જોઈનિંગ લેટર અને આઈડી કાર્ડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

