Bhavnagar News : પથુભા ગોહિલના કસ્ટોડિયલ ડેથને લઈને સૌથી મોટા સમાચાર, આવતીકાલે સવારે નીકળશે અંતિમયાત્રા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
પથુભા ગોહિલના કસ્ટોડિયલ ડેથ મામલે 5 દિવસ બાદ મહત્વપૂર્ણ નિરાકરણ આવ્યું છે અને 105 કલાક બાદ પરિવારજનો પથુભા ગોહિલનો નશ્વર દેહ સ્વીકારવા માટે તૈયાર થયા છે. મળતી માહિતી મુજબ, અનેક સંતો-મહંતોની સમજાવટ અને ભાવનગર પોલીસવડા દ્વારા આપવામાં આવેલી ખાતરી બાદ પરિવારે આ નિર્ણય લીધો છે. સમગ્ર મામલે કમિટી દ્વારા તપાસ કરવામાં આવશે તેવી ખાતરી મળતા પરિવારજનો મૃતદેહ સ્વીકારવા સંમત થયા છે. નિર્ણય મુજબ, આવતીકાલ સવારે તેમના નિવાસસ્થાનેથી પથુભા ગોહિલની અંતિમયાત્રા નીકળશે.
સિહોર DYSPના અધ્યક્ષસ્થાને ખાસ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના
આ સમગ્ર કેસની નિષ્પક્ષ અને ઝીણવટભરી તપાસ માટે ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય દ્વારા એક ખાસ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે. આ ટીમની અધ્યક્ષતા સિહોર DYSPને સોંપવામાં આવી છે. રચાયેલી તપાસ ટીમમાં 1 DYSP, 1 PI, 1 PSI અને 1 કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે સમગ્ર ઘટનાક્રમ અને કસ્ટોડિયલ ડેથના મામલાની વિગતવાર તપાસ કરશે.
પરિવારજનો અને મૃતકને યોગ્ય ન્યાય અપાવવાની ખાતરી
ભાવનગર પોલીસ દ્વારા આપવામાં આવેલી ખાતરી મુજબ, આ તપાસ ટીમ સમગ્ર કેસના દરેક પાસાઓની ચકાસણી કરીને કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવશે. તંત્ર દ્વારા એવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે કે તપાસના અંતે પરિવારજનો અને મૃતકને યોગ્ય ન્યાય અપાવવામાં આવશે. 5 દિવસ સુધી ચાલેલા વિવાદ અને અનિશ્ચિતતા બાદ હવે અંતિમવિધિ અને તપાસની દિશામાં નવા તબક્કાની શરૂઆત થઈ છે.
આ પણ વાંચો : Vadodaraના શોમાં વિવાદનો વંટોળ, 'લવારી' શોને લઈ ભુવન બામ અને સંજીદા શેખ મુશ્કેલીમાં, પોલીસે ફરિયાદ નોંધી
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

