Bhavnagar News: IPL ક્રિકેટ મેચની ટિકિટ મુદ્દે ભાજપના કાર્યકરોમાં રોષ, નિષ્ક્રિય લોકોને ટિકિટ મળતા નારાજગી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ગત માર્ચ મહિનામાં રમાયેલી ટી20 વર્લ્ડ કપની મેચની ટિકિટોનો મુદ્દે વિધાનસભામાં ગુંજ્યો હતો. ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલે ગૃહમા રજૂઆત કરી હતી.વિધાનસભામાં ગાજેલા આ મુદ્દા બાદ ભાવનગરમાં IPL ટિકિટ મુદ્દે ભાજપમાં વિવાદ સામે આવ્યો છે. અમદાવાદમાં રમાયેલી મેચને લઈને ભાજપના કાર્યકરો ટિકિટથી વંચિત રહ્યા હતાં.
ભાવનગર ભાજપમાં IPLની ટિકિટોના વિતરણ મુદ્દે વિવાદ
ભાવનગર ભાજપમાં IPLની ટિકિટોના વિતરણ મુદ્દે વિવાદ સર્જાયો છે.ગુજરાત ટાઈટન્સની મેચ બાદ પાયાના અને સક્રિય કાર્યકરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જ્યારે સંગઠનમાં નિષ્ક્રિય હોય તેવા લોકોને ટિકિટો આપી દેવામાં આવી છે.આ મુદ્દે કાર્યકરોએ સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાનો બળાપો ઠાલવતા ભાજપનો આંતરિક વિખવાદ જાહેરમાં આવ્યો છે.પાયાના કાર્યકરોની અવગણના થતાં આગામી સમયમાં પક્ષમાં આંતરિક ખેંચતાણ વધવાની શક્યતાઓ વર્તાઈ રહી છે.
ધરમપુરના ભાજપના ધારાસભ્ય વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો
અગાઉ વિધાનસભાના સત્રમાં ધરમપુરના ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલે મેચની ટિકિટોનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે,અમારે પણ વર્લ્ડ કપની મેચ જોવા માટે જવું હતું પણ ટિકિટ નહોતી મળી. અમે રમતગમત મંત્રી જયરામ ગામિતને પણ આ બાબતે રજૂઆત કરી હતી. ત્યારે એ સમયે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે,હવે પછી ધારાસભ્ય પરિવાર સાથે મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Kutchના નલિયામાં પેટ્રોલ-ડીઝલ માટે હાડમારી, હાઈવે સુધી વાહનોની લાંબી લાઈનો અને ટ્રાફિકજામ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

