Bhavnagar News : પાલીતાણાના ખાખરીયા ગામે ખેડૂત સંમેલન મળ્યું, 12 ગામના ખેડૂતોને સૌની યોજના હેઠળ પાણી મળે તેવી માગ કરાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જેથી આ ગામોના ખેડૂતોને પણ સૌની યોજના હેઠળ પાણીનો સિંચાઈ માટે લાભ મળે તે માટે સરકાર દ્વારા આ ગામોને સૌની યોજના હેઠળ પાણીની લાઈન નાખવામાં આવે અને ગામનાં તળાવો, ચેકડેમો ભરવામાં આવે તેવી માગ કરી હતી, આગેવાનોએ અનેક વખત ધારાસભ્ય અને તંત્રને રજૂઆત કરી છે પરંતુ કોઈ નિકાલ ન આવતા ખેડૂતોમાં રોષ છે.
સૌની યોજના હેઠળ પાણી આપવામાં આવે તેવી ખેડૂતોની માગ
ત્યારે ખેડૂતો એકઠા થયા હતા અને આગેવાનોની ઉપસ્થિતિમાં માગ કરવામાં આવી હતી અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા, જેમાં ખેડૂતોના આગેવાનો સહીત ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સૌની યોજના હેઠળ પાણી ફાળવવામાં આવે તો શિયાળુ પાક અને ઉનાળો પાક પણ ખેડૂતો આસાનીથી લઈ શકે તેવી માગ કરી હતી અને વહેલી તકે સરકાર તેમનો પ્રશ્ન હલ કરે નહિતર આવનાર દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી પણ ચિમકી ખેડૂતોએ ઉચ્ચારી હતી.
સૌની યોજના હેઠળ સિંચાઈનો લાભ મળે તેવી માગ ખેડૂતોની
જેમાં વિવિધ સહકાર મંડળીના હોદ્દેદારો સહિત ખેડૂતો અને સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સિંચાઈ માટે સૌની યોજના હેઠળ લાઈન ફાળવી પાણી આપવામાં આવે તેવી માગ કરવામાં આવી છે, ખેડૂતોનું કહેવું છે કે, ઘણા સમયથી તંત્રને રજૂઆત કરી છે તેમ છત્તા પાણીની લાઈન સૌની યોજના હેઠળ અલગ આપવામાં આવતી નથી અને તેને લઈ કંટાળી ગયા છે, પાક લેવાના સમયે પાક પણ લઈ શકતા નથી તેવો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. સૌની યોજના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશિતાનો ઉલ્લેખ કરતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, સૌની યોજના વડાપ્રધાનના વિઝનનું ઉત્તમ ઉદાહરણ છે. એક તરફ નર્મદાનું લાખો લીટર પાણી દરિયામાં વહી જતું હતું. બીજી બાજું આખું સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત પાણી માટે વલખા મારતું હતું. ત્યારે નરેન્દ્ર મોદીએએ સૌરાષ્ટ્ર-કચ્છના ગામે ગામ સુધી પાણી પહોંચાડવાનો સંકલ્પ કર્યો અને નર્મદાના વધારાના પાણી પૈકી એક મિલિયન એકર ફીટ પાણીથી સૌરાષ્ટ્રના જળાશયો ભરીને સિંચાઈ વ્યવસ્થા વધુ મજબુત કરવા અને પીવાનું પાણી પહોંચાડવાનું નક્કર આયોજન પાર પાડ્યું છે.
What's Your Reaction?






