Bhavnagar News: ઇસ્કોન મેગા સિટીમાં 9મા માળે લાગી આગ, મંત્રી જીતુભાઈ વાઘાણીએ બચાવ કાર્ય કર્યું, Video
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર શહેરમાં આવેલા પ્રખ્યાત ઇસ્કોન મેગા સિટી એપાર્ટમેન્ટમાં દિવાળીના પવિત્ર તહેવારની રાત્રે એકાએક આગ લાગવાની મોટી ઘટના સામે આવી હતી. મધ્યરાત્રિએ અચાનક આગ ફાટી નીકળતા આખી સોસાયટી અને એપાર્ટમેન્ટમાં ભારે અફરાતફરી અને ડરનો માહોલ સર્જાઈ ગયો હતો.
એપાર્ટમેન્ટના 9મા માળે શોર્ટ સર્કિટથી લાગી આગ
મળતી માહિતી મુજબ, આ આગ ઇસ્કોન મેગા સિટી એપાર્ટમેન્ટના 9મા માળે શોર્ટ સર્કિટ થવાના કારણે લાગી હતી. આગે જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના કારણે ઘરનું કિંમતી ફર્નિચર અને અન્ય સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની ગંભીરતાને જોઈને સ્થાનિક રહેવાસીઓમાં દોડધામ મચી ગઈ હતી.

મંત્રી જીતુભાઈ વાઘાણી તુરંત દોડી આવ્યા અને બચાવ કામગીરી કરી
ખાસ ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ આ જ સોસાયટીમાં રહે છે. આગની ઘટનાની જાણ થતાં જ તેમણે ક્ષણનો પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ફાયર બ્રિગેડ વિભાગને ફોન કરીને જાણ કરી હતી. એટલું જ નહીં, તેઓ પોતે જાતે ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ટીમ પહોંચે તે પહેલાં પરિવારોને હિંમત આપીને અન્ય લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
=" target="_blank">
=
ફાયર બ્રિગેડની સમયસર કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
માહિતી મળતાની સાથે જ ભાવનગર ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર જવાનોએ ભારે જહેમત બાદ 9મા માળે લાગેલી આગ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક આગની દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાની થઈ ન હતી, જેના કારણે તંત્ર અને રહીશઓએ રાહતનો શ્વાસ લીધો હતો.
આ પણ વાંચો: Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

