Bhavnagar: ભાવનગરમાં 3 વર્ષની નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપી પોલીસના સકંજામાં
ભાવનગરમાં 3 વર્ષની નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દાહોદના ખંગેલા ચેકપોસ્ટ નજીકથી રામજીની ધરપકડ કરી છે. આરોપી રામજી સામે સુરત, વલસાડ, નવસારી, અમરેલી, વડોદરા અને રાજકોટ ગ્રામ્યમાં અલગ અલગ 15 ગુનાઓ નોંધાયેલા છે.સુરત શહેર, સુરત ગ્રામ્ય, વલસાડ, ભાવનગર, નવસારી, અમરેલી, વડોદરા શહેર, રાજકોટ ગ્રામ્યના અલગ-અલગ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતો આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ-15 ગુનાઓમાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી પાડ્યો છે. રામજી ઉર્ફે રામો બાડો ઘનશ્યામભાઇ રંગાણીને દાહોદના ખંગેલા ચેક પોસ્ટ નજીકથી LCBએ દબોચ્યો છે.ભાવનગર કોર્ટ તથા શિહોર કોર્ટમાં ફોજદારી કેસના વોરંટમાં પકડવાનો બાકી હોવાનું જણાય આવતા નાસતાં-ફરતાં આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. સમગ્ર મામલે ગંગાજળીયા પોલીસ મથક ખાતે આરોપીને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગરમાં 3 વર્ષની નાસતો ફરતો પ્રોહિબિશનના ગુનાનો આરોપીને આખરે પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે દાહોદના ખંગેલા ચેકપોસ્ટ નજીકથી રામજીની ધરપકડ કરી છે. આરોપી રામજી સામે સુરત, વલસાડ, નવસારી, અમરેલી, વડોદરા અને રાજકોટ ગ્રામ્યમાં અલગ અલગ 15 ગુનાઓ નોંધાયેલા છે.
સુરત શહેર, સુરત ગ્રામ્ય, વલસાડ, ભાવનગર, નવસારી, અમરેલી, વડોદરા શહેર, રાજકોટ ગ્રામ્યના અલગ-અલગ પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતો આરોપી પોલીસના સકંજામાં આવ્યો છે. ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે કુલ-15 ગુનાઓમાં છેલ્લા ત્રણેક વર્ષથી નાસતા ફરતા શખ્સને ઝડપી પાડ્યો છે. રામજી ઉર્ફે રામો બાડો ઘનશ્યામભાઇ રંગાણીને દાહોદના ખંગેલા ચેક પોસ્ટ નજીકથી LCBએ દબોચ્યો છે.
ભાવનગર કોર્ટ તથા શિહોર કોર્ટમાં ફોજદારી કેસના વોરંટમાં પકડવાનો બાકી હોવાનું જણાય આવતા નાસતાં-ફરતાં આરોપી વિરૂદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરાઈ છે. સમગ્ર મામલે ગંગાજળીયા પોલીસ મથક ખાતે આરોપીને સોંપી વધુ તપાસ હાથ ધરી છે.