Bhavnagar: ખરકડીમાં ડુપ્લીકેટ દારૂ પીવાથી યુવકનું મોત થતા પોલીસ તંત્ર દોડતું થયું, 5 લોકો હોસ્પિટલમાં
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાના ખરકડી ગામમાં દારૂના સેવન બાદ 6 લોકોની તબિયત અચાનક લથડતાં સ્થાનિક સ્તરે અરેરાટી વ્યાપી ગઈ હતી. બનાવની જાણ થતાં જ તમામ અસરગ્રસ્તોને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, સારવાર દરમિયાન 29 વર્ષીય યુવક ઉપેન્દ્રસિંહ ગોહિલનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું.
દારૂના સેવન બાદ 6 લોકોની તબિયત ખરાબ
અન્ય ૫ લોકો હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને તબીબોના જણાવ્યા અનુસાર તેમની સ્થિતિ સામાન્ય અને નિયંત્રણ હેઠળ છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ તમામ લોકોએ સ્થાનિક બૂટલેગર પાસેથી ખરીદેલો દારૂ પીધો હતો, જેના કારણે આ વિપરીત અસર થઈ હતી.ઘટનાની ગંભીરતાને સમજીને ભાવનગર જિલ્લા પોલીસ વડા (SP) નો કાફલો તુરંત હરકતમાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ગૌતમ સોલંકી નામના બૂટલેગર દ્વારા મધ્ય પ્રદેશથી લાવેલી 'રોયલ સ્ટેગ' બ્રાન્ડની બોટલોમાં ડુપ્લીકેટ દારૂ ભરીને લોકોને વેચવામાં આવ્યો હતો.
પોલીસે બૂટલેગરોની અટકાયત કરી
પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય સપ્લાયર ગૌતમ સોલંકી સહિત 4 થી 5 બૂટલેગરોની અટકાયત કરી લીધી છે. રેડ દરમિયાન આ નકલી દારૂનો આશરે 90% જેટલો જથ્થો પોલીસે સ્થળ પરથી જ જપ્ત કરી લીધો છે.ભાવનગર SP એ જાહેર જનતાને અપીલ કરી છે કે, "છેલ્લા 2 થી 3 દિવસ દરમિયાન જો કોઈ વ્યક્તિએ આ બૂટલેગર પાસેથી દારૂ ખરીદીને સેવન કર્યું હોય, તો કોઈ પણ જાતનો ડર રાખ્યા વિના તાત્કાલિક નજીકના ડોક્ટર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી ચેકઅપ કરાવવું."જપ્ત કરાયેલા દારૂના સેમ્પલ સાયન્ટિફિક અને એફએસએલ (FSL) તપાસ માટે મોકલવામાં આવ્યા છે. નકલી બ્રાન્ડ બનાવી લોકોના જીવ સાથે રમત રમનારાઓ સામે કડકમાં કડક કાયદાકીય પગલાં ભરવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad: ED એ SAGA ગ્રુપ પોન્ઝી સ્કીમ કેસમાં રૂ. 36 કરોડથી વધુની મિલકત જપ્ત કરી; 1 ની ધરપકડ
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

