Bhavnagar: કળમોદર ગામે કપાસની આડમાં લીલા ગાંજાના 161 છોડ ઉગાડનાર ખેડૂતની ધરપકડ, ઘોઘારોડ પરથી પણ 93 ગ્રામ ગાંજા સાથે એક ઝડપાયો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લામાં નશાના કારોબારને નેસ્તનાબૂદ કરવા માટે ચલાવવામાં આવી રહેલા 'ડ્રગ્સ ફ્રી ભાવનગર' કેમ્પેઈન અંતર્ગત ભાવનગર પોલીસે સપાટો બોલાવ્યો છે. પોલીસે છેલ્લા 24 કલાકમાં ગાંજાના 2 અલગ-અલગ કેસ કરીને ₹50 લાખથી વધુની કિંમતનો 100 કિલોથી વધુનો ગાંજો ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે.
બગદાણાના કળમોદરમાં કપાસની આડમાં ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયો
પ્રાપ્ત વિગતો અનુસાર, પોલીસે બગદાણા પંથકમાં દરોડો પાડીને ગેરકાયદેસર રીતે કરવામાં આવેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ કર્યો છે. બગદાણા ખાતે આવેલા કળમોદર ગામમાં એક ખેડૂતે કપાસના પાક વચ્ચે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.પોલીસે સ્થળ પરથી લીલા ગાંજાના 161 છોડ જપ્ત કર્યા છે, જેનું વજન 100 કિલોથી વધુ થાય છે અને તેની બજાર કિંમત ₹50 લાખથી વધુ આંકવામાં આવી છે.પોલીસે આ મામલે ઘોહાભાઈ ભમ્મર નામના ખેડૂતની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ખેડૂતે રૂપિયા કમાવવાની લાલચે ગાંજાના છોડનું વાવેતર કર્યું હતું.
ઘોઘારોડ પરથી પણ 93 ગ્રામ ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
બીજી તરફ, શહેરના ઘોઘારોડ વિસ્તારમાં પણ પોલીસે કાર્યવાહી કરીને 93 ગ્રામ ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી છે. આ સમગ્ર કાર્યવાહી અંગે જિલ્લા પોલીસ વડા (SP) એ માહિતી આપતા જણાવ્યું હતું કે ભાવનગર પોલીસ દ્વારા નશાખોરી સામે સતત કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને આ વર્ષમાં અત્યાર સુધીમાં NDPS એક્ટ હેઠળ કુલ 35 કેસ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Kheda: આતરસુંબામાં દબાણકર્તાઓ પર તંત્રની લાલ આંખ; બસ સ્ટેન્ડ વિસ્તારમાં 15 વર્ષથી ખડકાયેલી 43 કાચી દુકાનો પર JCB ફરી વળ્યું
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

