Bhavnagarમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 53 વાહનચાલકોને ફટકાર્યો મેમો

ભાવનગર ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ડ્રાઈવ યોજી છે અને જેમાં અનેક લોકો દંડાયા છે. વાહન ડ્રાઈવ દરમ્યાન એક જ દિવસમાં 35 જેટલી ગાડીઓને બ્લેક ફિલ્મો સાથે ઝડપી લેવામાં આવી અને વાહન ચાલકને તગડો દંડ ફટકારવામાં આવ્યો છે.ફોર વ્હીલર ચાલકોને 17,000થી વધુનો દંડ કરાયો ટ્રાફિક પોલીસે 35 જેટી બ્લેક ફિલ્મ વાળી ફોર વ્હીલરને ઝડપીને રૂપિયા 17,000થી વધુનો દંડ વસુલ કર્યો છે. આ ઉપરાંત 53 જેટલા RTOના મેમા ફોર વ્હીલર ચાલકોને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બ્લેક ફિલ્મ વાળી ફોર વ્હીલર ચાલક ઉપર ભાવનગરની ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે અને તેમને ઝડપી પાડીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. મહેસાણામાં ટ્રાફિકની સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો બીજી તરફ મહેસાણા શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા મહેસાણા પોલીસ માટે માથાના દુખાવા સમાન બની છે અને તેમાં પણ મહેસાણા શહેરમાં રાધનપુર ચાર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વણ ઉકેલી જ છે. આ સ્થિતિમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા જાતે ટ્રાફિક સમસ્યા જાણવા માટે થોડા દિવસ પહેલા જ રાધનપુર ચોકડી ઉપર મેદાનમાં ઉતર્યા હતા.રાધનપુર ચોકડી ઉપર ટ્રાફિક સમસ્યા કેવી રીતે ઉકેલવી તે જાણવા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ મેદાનમાં ઉતર્યા હતા. તમને જણાવી દઈએ કે મહેસાણા ચોકડી ઉપર હાઈવેના બંને તરફના સર્વિસ રોડ સહિત કુલ 11 રોડ વાહનચાલકો અવર-જવર કરવા માટે ઉપયોગ કરે છે અને ચાર રસ્તા ઉપર એક સાથે 11 રોડ ઉપરનો ટ્રાફિક જાળવવો પોલીસ માટે પણ મોટો પડકાર બની જાય છે. અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને જેમાં ટ્રાફિક પોલીસે અનેક ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ વગર અથવા ડોક્યુમેન્ટ વગર ઝડપ્યા હતા અને દંડ ફટકાર્યો હતો, ત્યારે ફોર વ્હીલર ચાલકોને પણ બેલ્ટ પહેર્યા વગર ડ્રાઈવ કરવા, બ્લેક ફિલ્મ લગાવવા હેઠળ ઝડપ્યા હતા અને દંડ આપ્યો હતો.

Bhavnagarમાં ટ્રાફિક પોલીસની ડ્રાઈવ, 53 વાહનચાલકોને ફટકાર્યો મેમો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભાવનગર ટ્રાફિક પોલીસે શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાહન ડ્રાઈવ યોજી છે અને જેમાં અનેક લોકો દંડાયા છે. વાહન ડ્રાઈવ દરમ્યાન એક જ દિવસમાં 35 જેટલી ગાડીઓને બ્લેક ફિલ્મો સાથે ઝડપી લેવામાં આવી અને વાહન ચાલકને તગડો દંડ ફટકારવામાં આવ્યો છે.

ફોર વ્હીલર ચાલકોને 17,000થી વધુનો દંડ કરાયો

ટ્રાફિક પોલીસે 35 જેટી બ્લેક ફિલ્મ વાળી ફોર વ્હીલરને ઝડપીને રૂપિયા 17,000થી વધુનો દંડ વસુલ કર્યો છે. આ ઉપરાંત 53 જેટલા RTOના મેમા ફોર વ્હીલર ચાલકોને આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બ્લેક ફિલ્મ વાળી ફોર વ્હીલર ચાલક ઉપર ભાવનગરની ટ્રાફિક પોલીસે તવાઈ બોલાવી છે અને તેમને ઝડપી પાડીને દંડ ફટકારવામાં આવી રહ્યો છે.

મહેસાણામાં ટ્રાફિકની સમસ્યા પોલીસ માટે માથાનો દુખાવો

બીજી તરફ મહેસાણા શહેરમાં પણ ટ્રાફિકની સમસ્યા મહેસાણા પોલીસ માટે માથાના દુખાવા સમાન બની છે અને તેમાં પણ મહેસાણા શહેરમાં રાધનપુર ચાર રસ્તા ઉપર ટ્રાફિકની સમસ્યા વર્ષોથી વણ ઉકેલી જ છે. આ સ્થિતિમાં મહેસાણા જિલ્લા પોલીસ વડા જાતે ટ્રાફિક સમસ્યા જાણવા માટે થોડા દિવસ પહેલા જ રાધનપુર ચોકડી ઉપર મેદાનમાં ઉતર્યા હતા.રાધનપુર ચોકડી ઉપર ટ્રાફિક સમસ્યા કેવી રીતે ઉકેલવી તે જાણવા જિલ્લા પોલીસ વડા તરુણ દુગ્ગલ મેદાનમાં ઉતર્યા હતા. તમને જણાવી દઈએ કે મહેસાણા ચોકડી ઉપર હાઈવેના બંને તરફના સર્વિસ રોડ સહિત કુલ 11 રોડ વાહનચાલકો અવર-જવર કરવા માટે ઉપયોગ કરે છે અને ચાર રસ્તા ઉપર એક સાથે 11 રોડ ઉપરનો ટ્રાફિક જાળવવો પોલીસ માટે પણ મોટો પડકાર બની જાય છે.

અમદાવાદમાં પણ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા પણ ટ્રાફિક ડ્રાઈવ શરૂ કરવામાં આવી હતી અને જેમાં ટ્રાફિક પોલીસે અનેક ટુ વ્હીલર વાહન ચાલકોને હેલ્મેટ વગર અથવા ડોક્યુમેન્ટ વગર ઝડપ્યા હતા અને દંડ ફટકાર્યો હતો, ત્યારે ફોર વ્હીલર ચાલકોને પણ બેલ્ટ પહેર્યા વગર ડ્રાઈવ કરવા, બ્લેક ફિલ્મ લગાવવા હેઠળ ઝડપ્યા હતા અને દંડ આપ્યો હતો.