Bhavnagarના મહુવા છેડતી કેસમાં પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો, આરોપીને 6 મહિનાની કેદ અને રૂ. 50 હજારનો દંડ
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાંથી કાયદાનો ડર બેસાડતો એક મહત્વનો અને મોટો ચુકાદો સામે આવ્યો છે. મહુવા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીર વયની બાળકી/છોકરીની છેડતી કરવા અંગેનો એક ગંભીર બનાવ બન્યો હતો. આ મામલે સ્પેશિયલ પોક્સો (POCSO) કોર્ટે કાયદાનું કડક પાલન કરાવીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દેતો મહત્વનો ચુકાદો આપ્યો છે, જેને પગલે પંથકના રોમિયો તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
સરકારી વકીલની ધારદાર દલીલો
આ ચકચારી ઘટના ગત 10 ઓક્ટોબર 2025ના રોજ પ્રકાશમાં આવી હતી. મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને મહુવા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઈ. (PSI) એસ. એ. ઝાલાએ તુરંત જ ભોગ બનનારની ફરિયાદ નોંધી હતી. પોક્સો એક્ટની જોગવાઈ મુજબ CWPO (ચાઈલ્ડ વેલફેર પોલીસ ઓફિસર) અને મહિલા એ.એસ.આઈ. (ASI) ની રૂબરૂમાં આ સત્તાવાર ફરિયાદ લેવાઈ હતી અને પી.એસ.આઈ. ઝાલાએ કેસની સઘન તપાસ ચલાવી કોર્ટમાં મજબૂત ચાર્જશીટ રજૂ કરી હતી. અદાલતમાં કેસ ચાલવા પર આવતા સરકારી વકીલ કમલેશ કેસરીએ ભોગ બનનારના પક્ષમાં કોર્ટ સમક્ષ ધારદાર અને સચોટ દલીલો રજૂ કરી હતી.
દંડ ન ભરે તો વધુ કેદની જોગવાઈ
સરકારી વકીલની દલીલો અને પોલીસના મજબૂત પુરાવાઓને ગ્રાહ્ય રાખીને મહુવા એડિશનલ સેશન્સ જજ તથા એફ.ટી.એસ.સી. (FTSC) સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપીને કડક સજા ફટકારી છે. અદાલતે આરોપીને દોષિત જાહેર કરી 6 મહિનાની સખત કેદની સજા અને રૂપિયા 50,000નો દંડ ફટકાર્યો છે. કોર્ટે પોતાના ચુકાદામાં એ પણ સ્પષ્ટ કર્યું છે કે જો આરોપી આ દંડની રકમ ભરવામાં નિષ્ફળ જશે, તો તેણે વધુ 3 મહિનાની કેદની સજા ભોગવવી પડશે. સગીરાઓની સુરક્ષા મામલે કોર્ટના આ ચુકાદાને સ્થાનિક લોકોએ આવકાર્યો છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

