Bharuch:સ્વચ્છતા હી સેવા પખવાડિયાના આયોજન માટે ભરૂચમાં બેઠક યોજાઈ

Sep 17, 2025 - 02:30
Bharuch:સ્વચ્છતા હી સેવા પખવાડિયાના આયોજન માટે ભરૂચમાં બેઠક યોજાઈ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રવ્યાપી સ્વચ્છ ભારત મિશનનો પ્રારંભ કરાવ્યો છે. આગામી તા.17 મી સપ્ટેમ્બરથી તા.2 ઓકટોબર સુધીના પખવાડીયા દરમ્યાન દેશભરમાં સ્વચ્છોત્સવની થીમ પર સ્વચ્છતાલક્ષી પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને સ્વચ્છતા હી સેવા પખવાડીયાના સુચારૂં આયોજન માટે કલેકટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.17 મી સપ્ટેમ્બરથી 2 ઓકટોબર દરમ્યાન સ્વચ્છતાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે. આ બેઠકમાં કલેકટરે સ્વછોત્સવને જનભાગીદારી સાથે જન આંદોલન બનાવવા માટે ડે-વાઈઝ પ્લાનીંગ કરવા, ગ્રાઉન્ડ લેવલે થતી કામગીરીની અમલવારી કરાવવા સ્પે.કેમ્પેઈનના ભાગરૂપે જનપ્રતિનિધિ, સાંસદ, ધારાસભ્યોને પણ આ કાર્યક્રમમાં જોડી નાગરિકોને સ્વચ્છતા અભિયાનને સાકાર બનાવવા માટે જરૂરી સુચનો કર્યા હતા.

સ્વચ્છતા ઝૂંબેશમાં વિવિધ નદી, તળાવ, વરસાદી પાણીના નાળા જેવી વોટર બોડીસ અને ટ્રેસ ક્લીનર્સ સહિતના સ્થળો, શહેર અને ગ્રામ્યકક્ષાએ બસ સ્ટેશન, રીક્ષા, ટેકસી, જાહેર પાર્કિંગ, શહેરી વિસ્તારમાંથી પસાર થતા રોડ, રાજયના ધોરીમાર્ગ અને રાષ્ટ્રીય ધોરી માર્ગ જેવા સ્થળો તેમજ રોડની સાઈડ પરના કચરાની પણ સંપુર્ણ સાફ-સફાઈ, ધાર્મિકસ્થળો, પ્રવાસન સ્થળો, બાગ-બગીચાઓ, સાર્વજનિક ઉદ્યાનો, જેવા સ્થળોની સાફ-સફાઈ અને કચરાના એકત્રીકરણ અને વર્ગીકરણના તમામ સાધનોની પણ સાફ-સફાઈ હાથ ધરવામાં જણાવ્યુ હતુ.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0