Bharuchમાં NIAની કાર્યવાહી, ડબલ મર્ડર કેસના બે આરોપીઓની મિલકત સીલ

Aug 1, 2025 - 17:00
Bharuchમાં NIAની કાર્યવાહી, ડબલ મર્ડર કેસના બે આરોપીઓની મિલકત સીલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચમાં વર્ષ 2015માં થયેલા ભાજપ નેતા શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીના ડબલ મર્ડર કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ મહત્વની કાર્યવાહી કરી હતી. NIAની અમદાવાદ ખાતેની વિશેષ કોર્ટના હુકમ બાદ એજન્સીએ આ કેસના બે આરોપીઓની મિલકત સીલ કરી હતી. ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ, 1967ની કલમ 33(1) હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

દાઉદના સાગરીત જાવેદ ચીકનાએ આપી હતી સોપારી

આ હત્યાઓ પાછળ જાવેદ ચીકનાનો હાથ છે. આ જાવેદ ચીકનાએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમનો સાગરીત છે. આવી માહિતી NIAની તપાસમાં બહાર આવી હતી. તેણે હિન્દુ નેતાઓની હત્યા કરવા માટે આ સોપારી આપી હતી. જે એક મોટું ષડયંત્ર દર્શાવે છે. NIA દ્વારા જે બે આરોપીઓની મિલકત સીલ કરવામાં આવી હતી તેમાંથી એકનું નામ મોહમ્મદ યુનુસ યુસુફ શેખ છે. તેની સોનેરી મહેલ ખાતે આવેલી મિલકત સીલ કરવામાં આવી હતી. આતંકવાદી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ વ્યક્તિઓને આર્થિક રીતે નબળા પાડવો એ આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય હતો.

NIAએ સ્પષ્ટ કર્યું કે આતંકવાદ સામે કડક પગલાં લેવામાં આવશે

વર્ષ 2015માં શિરીષ બંગાળી અને પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યા બાદ રાજ્યભરમાં ભારે ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની ગંભીરતાને જોતા તેની તપાસ NIAને સોંપવામાં આવી હતી. NIAની તપાસમાં આતંકવાદી કનેક્શન અને અંડરવર્લ્ડની સંડોવણી બહાર આવી હતી. આ મિલકત સીલ કરવાની કાર્યવાહી દ્વારા NIAએ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે કે આતંકવાદ સામે કડક પગલાં લેવામાં આવશે. આ કેસની વધુ તપાસ ચાલી રહી છે અને આગામી સમયમાં અન્ય આરોપીઓ સામે પણ કાર્યવાહી થઈ શકે છે.


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0