Bharuchના આમોદ-વાડીયા રોડ પર ગંભીર અકસ્માત: વિદ્યાર્થીઓ ભરેલી ઈકો કાર પલટી!

Sep 22, 2026 - 21:00
Bharuchના આમોદ-વાડીયા રોડ પર ગંભીર અકસ્માત: વિદ્યાર્થીઓ ભરેલી ઈકો કાર પલટી!

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના આમોદ-વાડીયા રોડ પર શાળાના માસૂમ વિદ્યાર્થીઓથી ભરેલી એક ઈકો કાર અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે ચીસાચીસ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં નાની-મોટી ઈજાઓ પામેલા વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર અર્થે સી.એચ.સી. (CHC) આમોદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓ પૈકી એક બાળકની હાલત વધુ ગંભીર હોવાનું જણાતાં તેને વધુ સારવાર માટે ભરૂચ અથવા વડોદરા રીફર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

દારૂના નશામાં ડ્રાઇવિંગના ગંભીર આક્ષેપો 

આ ગંભીર દુર્ઘટના પાછળ ઈકો કાર ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે. વિદ્યાર્થીઓ, સ્થાનિક રહીશો તેમજ ગામના સરપંચ દ્વારા ચાલક સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે કે તે દારૂના નશામાં ધૂત થઈને વાહન ચલાવી રહ્યો હતો. શાળાએ જતા બાળકોની જિંદગી સાથે ખુલ્લેઆમ ચેડાં કરનાર આ બેદરકાર ડ્રાઇવર સામે ગ્રામજનો અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. માસૂમ બાળકોનો જીવ જોખમમાં મૂકનાર ચાલક સામે સખતમાં સખત શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી છે.

Serious accident on Amod-Wadia road in Bharuch

આમોદ પોલીસ ઘટનાસ્થળે, તપાસનો ધમધમાટ શરૂ 

અકસ્માતની જાણ થતાં જ આમોદ પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી સમગ્ર મામલે તપાસ શરૂ કરી દીધી છે. દારૂના નશામાં ડ્રાઇવિંગ કરવાના આક્ષેપો સંદર્ભે ડ્રાઇવરનું મેડિકલ ચેકઅપ કરાવવા સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે. શાળાના બાળકોને લઈ જતા વાહનોમાં સુરક્ષાના નિયમોના ધજાગરા ઉડાડવા બદલ જવાબદાર કોણ અને તેની સામે શું કાર્યવાહી થાય છે તે તરફ સૌની નજર મંડાયેલી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0