Bharuchના અંકલેશ્વરમાં કેટલાક લુખ્ખાતત્વોએ વેપારીને દુકાનમાં ઘૂસીને માર માર્યાના CCTV આવ્યા સામે, વેપારીઓમાં ભયનો માહોલ

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો હતો. અહીંના પ્રતિન ચોકડી વિસ્તારમાં એક દુકાનમાં ઘૂસીને કેટલાક અસામાજિક તત્વોએ એક વેપારીને બેફામ માર માર્યો હતો. આ ઘટનાથી વેપારી આલમમાં ભય અને રોષનો માહોલ ફેલાયો હતો. અંકલેશ્વરની પ્રતિન ચોકડી વિસ્તારમાં એક દુકાન ધરાવતા વેપારી પર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો.
પ્રતિન ચોકડી વિસ્તારમાં વેપારીને માર્યો માર
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે કેટલાક શખ્સો દુકાનમાં અચાનક ઘૂસી આવ્યા હતા અને કોઈ કારણસર વેપારી સાથે ઝઘડો શરૂ કર્યો હતો. વેપારી સાથેનો ઝઘડો એટલો ઉગ્ર બની ગયો હતો કે તેમણે વેપારીને ઢોર માર મારવાનું શરૂ કરી દીધું હતું. હુમલાખોરોએ વેપારીને લાતો અને મુક્કા માર્યા હતા. આ ઘટના બાદ વેપારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા જ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી.
હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ
પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે હુમલાખોરોને ઓળખવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસ શરૂ કર્યા હતા. વેપારી સંગઠનોએ આ ઘટનાની સખત શબ્દોમાં નિંદા કરી હતી અને પોલીસને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અપીલ કરી હતી. વેપારીઓએ કહ્યું કે જો આવા તત્વોનો આતંક ચાલુ રહેશે તો વેપાર કરવો મુશ્કેલ બની જશે. પોલીસે તેમને સુરક્ષાની ખાતરી આપી હતી અને ટૂંક સમયમાં આરોપીઓને પકડી પાડવાનું વચન આપ્યું હતું.
What's Your Reaction?






