Bharuch : સાયખાની સિન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટથી 1નું મોત, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા

Oct 17, 2026 - 01:30
Bharuch : સાયખાની સિન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં રિએક્ટર બ્લાસ્ટથી 1નું મોત, ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના સાયખામાં આવેલી સિન્ઝીલ ફાર્માકેમ કંપનીમાં અચાનક રિએક્ટર બ્લાસ્ટ થવાની અત્યંત ગંભીર દુર્ઘટના સામે આવી છે. આ પ્રચંડ બ્લાસ્ટની ઘટનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે, જ્યારે ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલાયા છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું અને પોલીસ તેમજ સેફ્ટી ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે.

પ્રચંડ અવાજ દૂર દૂર સુધી સંભળાયો

સાયખા સ્થિત Synzeal Pharmachem કંપનીમાં અચાનક પ્રચંડ રિએક્ટર બ્લાસ્ટની મોટી દુર્ઘટના સર્જાઈ હતી. આ રિએક્ટર બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે તેનો પ્રચંડ અવાજ દૂર દૂર સુધી સંભળાયો હતો. કંપનીમાં થયેલા ધડાકાના લીધે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો હતો. બ્લાસ્ટની અતિશય તીવ્રતાના કારણે રિએક્ટરનો તૂટેલો ભાગ હવામાં ફેંકાઈને કંપની બહાર જઈને પડ્યો હતો. આ ભયાનક વિસ્ફોટ થયા બાદ કંપનીની બહાર ચારેય તરફ ધૂળિયું વાતાવરણ છવાઈ ગયું હતું.

રિએક્ટર પાસે હાજર 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું

આ કરુણ દુર્ઘટનામાં રિએક્ટર પાસે હાજર 1 વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 1 વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલાયા છે. કંપનીમાં બ્લાસ્ટ થવાની ઘટનાની જાણ થતાં જ સમગ્ર સરકારી તંત્ર તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. 

પોલીસ અને સેફ્ટી ટીમે ઘટનાસ્થળે પહોંચી

સ્થાનિક પોલીસ વિભાગની ટીમ પણ તાકીદે ઘટનાસ્થળે દોડી આવી હતી. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ તાત્કાલિક પ્લાન્ટમાં પહોંચી ગઈ હતી. તંત્રના અધિકારીઓએ સ્થળ પર પહોંચીને તાકીદે પરિસ્થિતિની સમીક્ષા કરી રાહત કામગીરી હાથ ધરી હતી.ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ 

કંપનીમાં કયા કારણોસર રિએક્ટરમાં આટલો મોટો બ્લાસ્ટ થયો તે હાલ તપાસનો મુખ્ય વિષય બન્યો છે. પોલીસ અને સેફ્ટી ટીમે ઘટનાસ્થળે સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રિએક્ટરમાં કઈ ખામીના પગલે આ ભીષણ બ્લાસ્ટ થયો તે જાણવા માટે ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે. સેફ્ટી ટીમે કંપનીના પ્લાન્ટમાં સલામતીના માપદંડો અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માત અંગે કાયદેસર કાર્યવાહી હાથ ધરીને તપાસ તેજ બનાવી છે. 


આ પણ વાંચો   :    Explainer: ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ કેમ મળી? OCI કાર્ડના નિયમો શું કહે છે અને હવે આગળ શું થશે?

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0