Bharuch : સલ્ફર મિલ લિમિટેડમાંથી ધુમાડાના ગોટા નીકળતા અફરાતફરી મચી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અંકલેશ્વર
અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી સલ્ફર મિલ કંપનીના પ્લાન્ટમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પ્લાન્ટમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળતો જોઈ આસપાસના લોકોમાં આગ લાગી હોવાની આશંકા સાથે ભય ફેલાયો હતો.પ્રાથમિક માહિતી મુજબ, પ્લાન્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા આ ઘટના બની હતી.સ્ક્રબરનું ઢાંકણું ખુલી જતાં અંદરનું મટિરિયલ બહાર નીકળી ગયું હતું, જેના કારણે ધુમાડો નીકળ્યો હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં કંપનીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી કરી પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
ધુમાડાના ગોટેગોટા જોઈ આગની આશંકાએ લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે, કંપનીના ફાયર વિભાગે સમયસર કામગીરી હાથ ધરતા પરિસ્થિતિ નિયંત્રણમાં આવી ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.ઇન્ડ્રસ્ટીયલ સેફ્ટી એન્ડહેલ્થ વિભાગે વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

