Bharuch: સમીસાંજે વાતાવરણ પલટા સાથે વરસાદી માહોલ જામ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ શહેર-જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવતી હતી જો કે કેટલાક સ્થળે સામાન્ય ઝરમર થયા બાદ વાદળો વિલિન થઈ જતા હતા. બીજી તરફ લોકો ગરમીથી વ્યાકુળ થઈ ગયા હતા. ત્યારે લોકો આકાશમાં ચાતકની નજરે વરસાદ માટે મીટ માંડી બેઠા હતા.દરમ્યાનમાં શનિવારે સમીસાંજે વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો. આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવવા સાથે વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી અસહ્ય ગરમીથી અકળાયેલા લોકોએ વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરતા રાહત અનુભવી હતી.
સામાન્યઃ ભરૂચ જિલ્લામાં 20 થી 22 જુન બાદ ચોમાસુ બેસતુ હોય છે ત્યારે આ વખતે ચોમાસુ વહેલુ શરૂ થાય તેવી શકયતાઓ હવામાન વિભાગે વ્યકત કરી હતી. જો કે છેલ્લા અઠવાડીયાથી શહેર-જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ બનવા છતાં વરસાદ વરસતો ન હતો. બીજી તરફ અકળામણદાયક ગરમીથી લોકો પરેશાન થઈ ગયા હતા. આકાશમાંથી અમી વર્ષા થાય તેવી આશાએ લોકો બેઠા હતા. તેવામાં શનિવારે સાંજના સમયે આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હતી. આકાશમાં વીજળીના કડાકા-ભડાકા થવા સાથે જોરદાર વરસાદ શરૂ થઈ ગયો હતો. મોસમનો એકદંરે પહેલો વરસાદ વરસતા બાળકો, યુવાનો પહેલા વરસાદમાં પલરવા માટે બહાર નીકળી આવ્યા હતા. આકાશમાંથી કાચુ સોનુ વરસતા ખેડૂતોએ પણ હાશકારો લીધો હતો. વરસાદ વરસ્યા બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા ગરમીમાંથી રાહત સાંપડી હતી. જો કે સામાન્ય વરસાદ વરસતા જ રોડ, રસ્તાઓ ઉપર સામાન્ય ખાબોચિયા ભરાઈ ગયા હતા.
નેત્રંગમાં વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી
નેત્રંગ: નેત્રંગ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ભારે ગરમીના બફારાના કારણે ધરતીપુત્રોની હાલત દયનીય બની હતી.ગમેત્યારે મેધરાજાનું આગમનની શક્યતાઓ સેવાઇ રહી હતી.એકાએક વાતાવરણમાં પલટો આવતા તેજગતિના પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મેઘરાજાનું ધમાકેદાર એન્ટ્રી થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.તાલુકાના આટખોલ ગામે તેજગતિના પવનના કારણે 4 ઘરોની છત ઉડી ગઇ હતી.ઘરવકરીના માલસામાનને ભારે નુકસાન પહોંચ્યાનું જાણવા મળ્યું છે. દ.ગુજરાત વીજકંપનીએ નેત્રંગમાં વીજપુરવઠો બંધ રાખતા સ્થાનિક પ્રજા પરેશાન થઈ હતી.
What's Your Reaction?






