Bharuch : ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે પરેશ લાડે પદભાર ગ્રહણ કર્યો
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ
ભરૂચ જિલ્લા ભાજપના નવનિયુકત યુવા પ્રમુખ પરેશ લાડે આજે વિધિવત રીતે પોતાનો પદભાર ગ્રહણ કરી લીધો છે. પદભાર સંભાળતા પહેલા તેમણે પક્ષના પીઢ અગ્રણીઓ અને વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા. ભાજપ જિલ્લા પ્રમુખનુ પદ સંભાળતા પહેલા પ્રથમ પરેશ લાડે સ્ટેશન રોડ સ્થિત બંધારણના ઘડવૈયા ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી ભાવાંજલિ આપી હતી. ત્યાંથી તેઓ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જયા તેઓનું સ્વાગત કરાયુ હતુ.
આ પ્રસંગે જિલ્લા સંગઠનની ટીમ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાજપના કાર્યકરોએ ઉત્સાહભેર યુવા પ્રમુખ પરેશ લાડનું સ્વાગત કરી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. પક્ષે મુકેલા વિશ્વાસને સાર્થક રાખી હમેશા એક કાર્યકર તરીકે કર્તવ્ય પર પર કાર્યરત રહેવાની નેમ સાથે ભરૂચ જિલ્લા ભાજપ સંગઠનને વધુ મજબુત કરવાનો સંકલ્પ વ્યકત કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખના પદભાર ગ્રહણમાં પ્રભારી પરાક્રમસિંહ જાડેજા,ધારાસભ્યો રમેશ મિસ્ત્રી, અરૂણસિંહ રણા, ડી.કે.સ્વામી, રિતેશ વસાવા સહિત આગેવાનો અને ભાજપ સંગઠન
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

