Bharuch: નેત્રંગના મોવી ગામે બ્રિજ ધરાશાયી, આજુબાજુના ગામ થયા સંપર્કવિહોણા

નેત્રંગમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યોબ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના ગામ થયા સંપર્ક વિહોણા નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ ભરૂચના નેત્રંગમાં મેઘરાજા જાણે કે મન મુકીને વરસ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નેત્રંગ વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે નેત્રંગના મોવી ગામે વરસાદના કારણે એક બ્રિજ ધરાશાયી થયો છે. નર્મદા જિલ્લાને જોડતો રોડ બંધ થયો છે.બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના ગામ થયા સંપર્ક વિહોણાવરસાદના કારણે મોવી ગામનો બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના અનેક ગામ સંપર્કવિહોણા બન્યા છે અને લોકો જોખમી રીતે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સવારથી જ આ વિસ્તારમાં વરસાદે જોર પકડ્યુ છે અને અત્યાર સુધી 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે.ધમધસતા પાણીમાં યુવાન તાડના ઝાડ પર ફસાયોઆ સિવાય ભરૂચના નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે ધમધસતા પાણીમાં યુવાન તાડના ઝાડ પર ફસાયો હતો. ગામના 32 વર્ષીય યુવાન જયેશ કનુ વસાવાને તંત્ર દ્વારા રેસ્કયુ કરી બચાવ્યો છે. પાણીનો પ્રવાહ ઓછો થતા તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. નેત્રંગમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે વરસાદને લઈ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેમાં ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચનાહવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે. હવામાન વિભાગે આજે વરસાદને લઈ રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી અને અમદાવાદ સહિત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.

Bharuch: નેત્રંગના મોવી ગામે બ્રિજ ધરાશાયી, આજુબાજુના ગામ થયા સંપર્કવિહોણા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • નેત્રંગમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
  • બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના ગામ થયા સંપર્ક વિહોણા
  • નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ
ભરૂચના નેત્રંગમાં મેઘરાજા જાણે કે મન મુકીને વરસ્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નેત્રંગ વિસ્તારમાં 5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને તમામ રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા છે. ત્યારે નેત્રંગના મોવી ગામે વરસાદના કારણે એક બ્રિજ ધરાશાયી થયો છે. નર્મદા જિલ્લાને જોડતો રોડ બંધ થયો છે.

બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના ગામ થયા સંપર્ક વિહોણા

વરસાદના કારણે મોવી ગામનો બ્રિજ ધરાશાયી થતાં આજુબાજુના અનેક ગામ સંપર્કવિહોણા બન્યા છે અને લોકો જોખમી રીતે નદી પાર કરવા માટે મજબૂર બન્યા છે. ત્યારે હાલમાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સવારથી જ આ વિસ્તારમાં વરસાદે જોર પકડ્યુ છે અને અત્યાર સુધી 5 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે નદી નાળા છલકાયા છે. નેત્રંગની અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે.

ધમધસતા પાણીમાં યુવાન તાડના ઝાડ પર ફસાયો

આ સિવાય ભરૂચના નેત્રંગ તાલુકાના મોરીયાણા ગામે ધમધસતા પાણીમાં યુવાન તાડના ઝાડ પર ફસાયો હતો. ગામના 32 વર્ષીય યુવાન જયેશ કનુ વસાવાને તંત્ર દ્વારા રેસ્કયુ કરી બચાવ્યો છે. પાણીનો પ્રવાહ ઓછો થતા તંત્ર દ્વારા કામગીરી કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. નેત્રંગમાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી

બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે વરસાદને લઈ રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેમાં ઓફશોર ટ્રફ, વેસ્ટર્ન ડિસ્ટર્બનથી વરસાદની આગાહી છે. તેમજ સાયક્લોનિક સર્ક્યુલેશનથી વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

હવામાન વિભાગની આગાહીને પગલે માછીમારોને આગામી બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે. હવામાન વિભાગે આજે વરસાદને લઈ રાજ્યમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં આજે રેડ અલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી અને અમદાવાદ સહિત તાપી, ડાંગ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અને આણંદ, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, અને દાહોદમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી અને રાજ્યના બાકીના જિલ્લાઓમાં યલો અલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે.