Gujarat Rains: આગામી 48 કલાકમાં 8થી 10 ઈંચ વરસાદની શક્યતા: રાહત કમિશનર
મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતાઃ કમિશનરઆખા ચોમાસાની સિઝનમાં 99 લોકોના મોત: રાહત કમિશનર રાજ્યમાં 24 કલાકમાં 100થી વધુ લોકોનું સ્થળાંતર, 3 લોકોના મોત રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડેએ જાણકારી આપતા કહ્યું કે મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતા છે. રાજ્યમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ વરસ્યો છે. તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમઃ રાહત કમિશનર ત્યારે વધુ જાણકારી આપતા રાહત કમિશનરે જણાવ્યું કે વરસાદને કારણે 470 પંચાયતી રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ 10 સ્ટેટ હાઈવે પણ બંધ છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે અને તમામ તૈયારી કરી લીધી છે. ત્યારે આખા ચોમાસાની સિઝન દરમિયાન કૂલ 99 લોકોના મોત થયા છે. 24 કલાકમાં નવસારી, ડાંગ અને તાપીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો ત્યારે રાહત કમિશન આલોક પાંડેએ વધુ માહિતી આપતા જણાવ્યું કે આગામી 24થી 48 કલાકમાં રાજ્યમાં 8થી 10 ઈંચ વરસાદ વરસવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં 100થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે. 24 કલાકમાં નવસારી, ડાંગ અને તાપીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઈઓસી ખાતે આવીને તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરો સાથે ચર્ચા કરી ઉલ્લેખનીય છે કે આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઈઓસી ખાતે આવીને તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરો સાથે ચર્ચા કરી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વિભાગીય સચિવો સાથે પણ ચર્ચા કરી છે. તમને જણાવી દઈએ કે ડિપ્રેશનનું નિર્માણ થયું છે અને તેની અસર એમપી, રાજસ્થાન અને ગુજરાતમાં રહી છે, આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે. એનડીઆરએફની 22 ટીમો ડિપ્લોય કરવામાં આવી ચોમાસા દરમિયાન 17,827 લોકોને શિફ્ટ કર્યા છે અને 1653 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ સાથે જ એનડીઆરએફની 22 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. પાણી ભરાયેલા તમામ રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે, જેના કારણે કોઈ દુર્ઘટના ના સર્જાય.
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
- મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતાઃ કમિશનર
- આખા ચોમાસાની સિઝનમાં 99 લોકોના મોત: રાહત કમિશનર
- રાજ્યમાં 24 કલાકમાં 100થી વધુ લોકોનું સ્થળાંતર, 3 લોકોના મોત
રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પાંડેએ જાણકારી આપતા કહ્યું કે મોરબીમાં 17 લોકો તણાયા હતા, જેમાંથી 8 લોકો હજુ લાપતા છે. રાજ્યમાં અત્યાર સુધી 89 ટકા વરસાદ વરસ્યો છે.
તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમઃ રાહત કમિશનર
ત્યારે વધુ જાણકારી આપતા રાહત કમિશનરે જણાવ્યું કે વરસાદને કારણે 470 પંચાયતી રસ્તા બંધ કરવામાં આવ્યા છે અને અત્યાર સુધી 17,827 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ સાથે જ 10 સ્ટેટ હાઈવે પણ બંધ છે અને તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે અને તમામ તૈયારી કરી લીધી છે. ત્યારે આખા ચોમાસાની સિઝન દરમિયાન કૂલ 99 લોકોના મોત થયા છે.
24 કલાકમાં નવસારી, ડાંગ અને તાપીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો
ત્યારે રાહત કમિશન આલોક પાંડેએ વધુ માહિતી આપતા જણાવ્યું કે આગામી 24થી 48 કલાકમાં રાજ્યમાં 8થી 10 ઈંચ વરસાદ વરસવાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં 100થી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અને રાજ્યમાં 24 કલાકમાં 3 લોકોના મોત થયા છે. 24 કલાકમાં નવસારી, ડાંગ અને તાપીમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઈઓસી ખાતે આવીને તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરો સાથે ચર્ચા કરી
ઉલ્લેખનીય છે કે આ પહેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એસઈઓસી ખાતે આવીને તમામ જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનરો સાથે ચર્ચા કરી હતી અને સ્થાનિક પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને વિભાગીય સચિવો સાથે પણ ચર્ચા કરી છે. તમને જણાવી દઈએ કે ડિપ્રેશનનું નિર્માણ થયું છે અને તેની અસર એમપી, રાજસ્થાન અને ગુજરાતમાં રહી છે, આગામી ત્રણ દિવસ વરસાદ વરસી શકે છે.
એનડીઆરએફની 22 ટીમો ડિપ્લોય કરવામાં આવી
ચોમાસા દરમિયાન 17,827 લોકોને શિફ્ટ કર્યા છે અને 1653 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ સાથે જ એનડીઆરએફની 22 ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. પાણી ભરાયેલા તમામ રસ્તાઓ પર વાહનવ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે, જેના કારણે કોઈ દુર્ઘટના ના સર્જાય.