Bharuch: જંબુસરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું, ટૂંકી નોટિસ આપી બાંધકામ પર બુલડોઝર ફરી વળતા રોષ જોવા મળ્યો

Sep 15, 2025 - 10:30
Bharuch: જંબુસરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું, ટૂંકી નોટિસ આપી બાંધકામ પર બુલડોઝર ફરી વળતા રોષ જોવા મળ્યો

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચના જંબુસરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. જંબુસર બાયપાસથી કંથારિયા સુધી ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી વળ્યું છે. ડિમોલિશનની કામગીરીને લઈ વેપારીઓમાં રોષ જોવા મળ્યો ચે. 2 દિવસની ટૂંકી નોટિસ આપી ડિમોલિશનથી રોષ જોવા મળ્યો છે. તંત્ર દ્વારા ટ્રાફિકને અડચણરૂપ દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે.

જંબુસરમાં મેગા ડિમોલિશન 

ભરૂચ વહીવટી તંત્રનું મેગા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જંબુસર બાયપાસથી કંથારિયા સુધીના માર્ગ પરના દબાણો દૂર કરવાની કવાયત હાથ ધરાઈ છે. કંથારિયા ગામ નજીકના મુખ્ય માર્ગ પર કરવામાં આવેલ બિનઅધિકૃત બાંધકામ પર તંત્રનું બુલડોઝર ફર્યું છે. શહેરમાં વધતા જતા ટ્રાફિક સમસ્યાને હળવી કરવા તંત્રની કવાયત કરવામાં આવી છે.

ડિમોલેશન કરતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો

એસડીએમ મનીષા માનાણી,મામલતદાર માધવી મિસ્ત્રી,આરએન્ડબી,બૌડા વિભાગની ટીમ ડિમોલેશનમાં જોડાઈ છે. ડિમોલેશન દરમ્યાન કોઈ બનાવ ન બને તે માટે પોલીસ કાફલો ખડકાયો છે. ડીવાયએસપી સહિત પીઆઈ,પીએસઆઈ સહિતનો કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. આ માર્ગ સ્ટેટ હાઈવે અને દાંડી માર્ગ હોવાના કારણે ટ્રાફિકનું ભારણ રહેતું હોય છે. આ માર્ગ પરથી વિલાયત અને સાયખા જીઆઈડીસીમાં જતા વાહનોની અવરજવર વધુ રહેતી હોય છે. તંત્ર દ્વારા બે દિવસ અગાઉ નોટિસ આપી સોમવારે ડિમોલેશન કરતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો છે.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0