Bharuch: અંકલેશ્વર GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટનાસ્થળે

અંકલેશ્વર GIDCની કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગફાયર વિભાગની 15 ગાડીઓ ઘટનાસ્થળે બાજુની અન્ય કંપની પણ આગની ઝપેટમાં ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. અંકલેશ્વર GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી છે. કેમેક્સ લિમિટેડ નામની કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટના બનતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયરની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. બાજુની અન્ય કંપની પણ આગની ચપેટમાં હાલમાં ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે જહેમત કરી રહ્યું છે. ત્યારે આગની ઝપેટમાં બાજુની અન્ય એક કંપની પણ આવી છે અને સલામતીના ભાગરૂપે કંપનીની આસપાસના રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે, લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. જો કે હાલમાં હજુ સુધી આગ લાગવાની કારણ અકબંધ છે અને અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.સુરતમાં ચાલુ બાઈકમાં અચાનક લાગી આગ સુરતમાં પણ ઉધના વિસ્તારમાં ઉધના દરવાજા ચાર રસ્તા પાસે બાઈકમાં આગની ઘટના બની હતી. ચાલુ બાઈકે અચાનક આગ લાગતા બાઈકચાલક ભાગ્યો હતો, ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી, જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી. થોડા દિવસ પહેલા કાલોલ જીઆઈડીસી આગની ઘટના બની હતી થોડા દિવસ પહેલા જ કાલોલ જીઆઈડીસીની એક કેમિકલ કંપનીમાં આગની ઘટના બની હતી, જેની પર ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ બનાવમાં કોઈ પ્રકારની જાનહાનિ નહીં થતાં રાહત અનુભવી હતી. કાલોલ જી.આઈ.ડી.સીમાં આવેલ ત્નફ પેટ્રોકેમ નામની એક કેમિકલ કંપનીમાં કોઈ એક શેડમાં આગ લાગી હોવાની ઘટના બની હતી. અસરગ્રસ્ત કંપનીમાં લાગેલી આગની ઘટના અંગે કાલોલ ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને કંપનીના એક ભાગમાં પ્રસરેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે એક કેમિકલ કંપનીમાં લાગેલી આગની ઘટનાને પગલે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, કાલોલ પી.એસ આઈ સી.બી બરંડા તથા સ્ટાફ્ સહિત ઘટના સ્થળે પહોંચી આગની ઘટના અને પરિસ્થિતિનો તાગ લીધો હતો. 

Bharuch: અંકલેશ્વર GIDCની કંપનીમાં ભીષણ આગ, ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટનાસ્થળે

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

  • અંકલેશ્વર GIDCની કેમેક્સ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ
  • ફાયર વિભાગની 15 ગાડીઓ ઘટનાસ્થળે
  • બાજુની અન્ય કંપની પણ આગની ઝપેટમાં

ભરૂચની અંકલેશ્વર જીઆઈડીસીમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે. અંકલેશ્વર GIDCની કંપનીમાં ભીષણ આગ લાગી છે. કેમેક્સ લિમિટેડ નામની કંપનીમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. આગની ઘટના બનતા જ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી અને ફાયરની 15 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે.

બાજુની અન્ય કંપની પણ આગની ચપેટમાં

હાલમાં ફાયર વિભાગ આગને કાબૂમાં લેવા માટે જહેમત કરી રહ્યું છે. ત્યારે આગની ઝપેટમાં બાજુની અન્ય એક કંપની પણ આવી છે અને સલામતીના ભાગરૂપે કંપનીની આસપાસના રસ્તાઓને કોર્ડન કરી દેવામાં આવ્યા છે, લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી છે. જો કે હાલમાં હજુ સુધી આગ લાગવાની કારણ અકબંધ છે અને અત્યાર સુધી જાનહાનિના કોઈ સમાચાર સામે આવ્યા નથી.

સુરતમાં ચાલુ બાઈકમાં અચાનક લાગી આગ

સુરતમાં પણ ઉધના વિસ્તારમાં ઉધના દરવાજા ચાર રસ્તા પાસે બાઈકમાં આગની ઘટના બની હતી. ચાલુ બાઈકે અચાનક આગ લાગતા બાઈકચાલક ભાગ્યો હતો, ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરની ટીમે આગને કાબૂમાં લીધી હતી, જો કે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહતી.

થોડા દિવસ પહેલા કાલોલ જીઆઈડીસી આગની ઘટના બની હતી

થોડા દિવસ પહેલા જ કાલોલ જીઆઈડીસીની એક કેમિકલ કંપનીમાં આગની ઘટના બની હતી, જેની પર ફાયરબ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ બનાવમાં કોઈ પ્રકારની જાનહાનિ નહીં થતાં રાહત અનુભવી હતી. કાલોલ જી.આઈ.ડી.સીમાં આવેલ ત્નફ પેટ્રોકેમ નામની એક કેમિકલ કંપનીમાં કોઈ એક શેડમાં આગ લાગી હોવાની ઘટના બની હતી.

અસરગ્રસ્ત કંપનીમાં લાગેલી આગની ઘટના અંગે કાલોલ ફાયરબ્રિગેડને જાણ થતાં ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવીને કંપનીના એક ભાગમાં પ્રસરેલી આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે એક કેમિકલ કંપનીમાં લાગેલી આગની ઘટનાને પગલે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર, કાલોલ પી.એસ આઈ સી.બી બરંડા તથા સ્ટાફ્ સહિત ઘટના સ્થળે પહોંચી આગની ઘટના અને પરિસ્થિતિનો તાગ લીધો હતો.