Bharuch News : મનરેગા કૌભાંડમાં મોટો ખુલાસો!, કોર્ટે 4 આરોપીઓના રિમાન્ડ મંજૂર કર્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચમાં ચકચારી મનરેગા કૌભાંડમાં મહત્વના સમાચાર સામે આવ્યા છે. આ કૌભાંડના મામલે પોલીસે ધરપકડ કરાયેલા વ્હાર આરોપીઓના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ પર મોકલવાનો આદેશ આપ્યો છે. આ કૌભાંડમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) અને એક નિવૃત TDO ની ધરપકડ કરવામાં આવી છે. અને તેમની સાથે કૌભાંડમાં સંડોવાયેલા બે ટેકનિકલ આસિસ્ટન્ટની પણ ધરપકડ કરવામાં આવી છે.
કોર્ટે 4 આરોપીના 1 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર
પ્રાથમિક દ્રષ્ટિએ આ કૌભાડમાં મનરેગા યોજના હેઠળના કામોમાં મોટાપાયે ગેરરીતિ આચરવામાં આવી હોવાનું જણાઈ રહ્યું છે. સરકારી નાણાંની ઉચાપત, બોગસ કામો દર્શાવવા કે કામોની ગુણવત્તામાં કટકી જેવા આક્ષેપો તપાસનો વિષય બન્યા છે. પોલીસ દ્વરા હવે એક દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓ પાસેથી કૌભાંડ સંબંધિત વધુ વિગતો મેળવવાનો પ્રયાસ કરાશે.
પોલીસે આગની કાર્યવાહી હાથ ધરી
મહત્વનું છે કે, કૌભાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, નાણાં ક્યાં અને કેવી રીતે વાપરવામાં આવ્યા અને કૌભાંડનો વ્યાપ કેટલો છે તે દિશામાં તપાસ આગળ વધારવામાં આવશે. આ કેસમાં આગામી સમયમાં વધુ ધરપકડો થાય તેવી પણ શક્યતા છે.
What's Your Reaction?






