Bharuch News: પીશાદમાં ખેલાયો ખૂની ખેલ, સામાન્ય બોલાચાલીમાં યુવકની કરપીણ હત્યા
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં જાણે માનવ લોહી સસ્તું થઈ ગયું હોય તેમ ટૂંકા ગાળામાં જ હત્યાનો ત્રીજો બનાવ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. વાગરાના પીશાદ ગામે સામાન્ય બોલાચાલીએ લોહિયાળ સ્વરૂપ ધારણ કરતા એક યુવકની કરપીણ હત્યા કરવામાં આવી છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, વાગરાના પીશાદ ગામે સામાન્ય બોલાચાલી જેવી નજીવી બાબતે મામલો બિચક્યો હતો. આવેશમાં આવી ગયેલા હુમલાખોર કમલેશભાઈ મકવાણાએ સૂર્યવર્ધન ઉર્ફે સુરેશ છગનભાઈ મકવાણા પર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. ગામની ભાગોળે ખેલાયેલા આ ખૂની ખેલ જોઈને સ્થાનિકો સ્તબ્ધ થઈ ગયા હતા.
ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે
હત્યાના બનાવની જાણ થતા જ વાગરા પોલીસ સહિત DySP પી. એલ. ચૌધરી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સ્થિતિનો તાગ મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી કમલેશ મકવાણા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી તેને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
ગુનાખોરીના ગ્રાફથી જનતામાં ફફડાટ
વાગરા પંથકમાં છેલ્લા થોડા જ સમયમાં હત્યાની આ ત્રીજી ઘટના બનતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ગુનેગારોમાં કાયદાનો ડર રહ્યો ન હોય તેમ બેફામ બની રહ્યા છે. સામાન્ય જનતામાં વ્યાપેલા ભયને દૂર કરવા માટે પોલીસ દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે. હાલમાં વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે મોકલી વધુ તપાસ તેજ કરી છે.
આ પણ વાંચો - Bharuch: ચેન સ્નેચિંગના રીઢા ગુનેગારને ભરૂચ પોલીસે ઝડપી પાડયો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

