Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા

Sep 1, 2026 - 22:30
Bharuch: હાંસોટમાં બે ભાઈઓ ધારીયા અને પાઇપથી જીવલેણ હુમલો કર્યો, 5 આરોપીઓને દબોચી લીધા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકા મથકે આવેલા ત્રણ રસ્તા વિસ્તારમાં જૂની અંગત અદાવતને લઈને માથાભારે તત્વોએ લોહિયાળ ખેલ ખેલ્યો હતો. હુમલાખોરોએ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે બે સગા ભાઈઓને ઘેરી લઈ તેમના પર ધારીયા અને લોખંડની પાઇપ જેવા પ્રાણઘાતક હથિયારો વડે તૂટી પડ્યા હતા.

હાંસોટમાં લુખ્ખા તત્વો પર પોલીસનો સપાટો

આ અચાનક થયેલા હુમલામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફડાતફડી અને દહેશતનો માહોલ સર્જાયો હતો. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચ જિલ્લા પોલીસ વડાની સૂચનાથી હાંસોટ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવી તપાસ ધમધમાવી હતી. પોલીસે ટૂંક સમયમાં જ હુમલામાં સંકળાયેલા પાંચેય આરોપીઓ નિઝામ સમુદ્દીન કાનૂગા, અબ્દુલ કાદીર શબ્બીર કાનૂગા, ઈરફાન સલીમ શેખ, ઈંદ્રિશ ઇલ્યાસ ખ્વાજા અને ઇસતીયાક ઇલ્યાસ ખ્વાજાને ઝડપી પાડ્યા હતા.

બે ભાઈઓ પર ધારીયા-પાઇપથી જીવલેણ હુમલો

ઝડપાયેલા તમામ આરોપીઓને હાંસોટ ત્રણ રસ્તા ખાતે ઘટનાસ્થળે લઈ જઈ હુમલાની આખી કડીઓનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. વિસ્તારમાં લુખ્ખાઓ અને ગુનેગારોનો ભય દૂર કરવા માટે પોલીસે તમામ આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. આ આકરી કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે શાંતિ ડહોળવાનો કે કાયદો હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈ પણ તત્વને બક્ષવામાં આવશે નહીં.

આ પણ વાંચો:Ahmedabad: એર ઇન્ડિયા પ્લેન ક્રેશ તપાસ અંગે કેન્દ્રીય મંત્રીનો ખુલાસો,આંતરરાષ્ટ્રીય એજન્સીઓ કરી રહી છે તપાસ

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0