Ahmedabad: નિકોલ હિટ એન્ડ રનમાં મૃત્યુઆંક 3 થયો, 4 વર્ષના જોડિયાં બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
અમદાવાદના પૂર્વ વિસ્તાર નિકોલમાં દારૂના નશામાં ધૂત ચાલકે ફોર્ચ્યુનર કાર બેફામ હંકારી સર્જેલા કાળજું કંપાવી દેતા અકસ્માતમાં વધુ એક દર્દનાક વળાંક આવ્યો છે. અકસ્માત વેળાએ ગંભીર રીતે ઘવાયેલા સ્નેહલબેન વસોયા નામના પરિણીતાનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સાથે જ આ અકસ્માતમાં કુલ મૃત્યુઆંક વધીને ૩ પર પહોંચી ગયો છે. અગાઉ ફૂટપાથ પર પાથરણાં પાથરીને સામાન વેચી ગુજરાન ચલાવતા નિર્દોષ માતા અને પુત્રનું આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું હતું. બીજી તરફ, દિવાળી પર્વ નિમિત્તે ખરીદી કરવા નીકળેલા વસોયા દંપતી પર પણ કાળ બનીને ફોર્ચ્યુનર ફરી વળી હતી. સ્નેહલબેનના અકાળે અવસાનથી તેમના ૪ વર્ષના જોડિયા દીકરા-દીકરીએ સદાને માટે માતાની છત્રછાયા ગુમાવી દેતાં પરિવારમાં હૈયાફાટ રુદન છવાઈ ગયું છે.
ખરીદી કરવા નીકળેલા દંપતી પર કાળ બનીને ત્રાટકી ફોર્ચ્યુનર
સ્નેહલ વસોયા પોતાના પતિ કાર્તિક વસોયા સાથે નિકોલ વિસ્તારમાં તહેવારોની ખરીદી કરવા માટે નીકળ્યા હતા. ફૂટપાથ નજીક ઊભા હતા ત્યારે બેકાબૂ સ્પીડે આવેલી ફોર્ચ્યુનર કારે તેમને અડફેટે લીધા હતા.અકસ્માતમાં કાર્તિકભાઈને ઈજાઓ પહોંચતા તેમણે તાત્કાલિક સારવાર લીધી હતી, જ્યારે સ્નેહલબેનને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ હોવાથી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ કમનસીબ ઘટનામાં કાર્તિકભાઈ અને સ્નેહલબેનનાં માત્ર 4 વર્ષનાં જોડિયાં બાળકો (એક દીકરો અને એક દીકરી) માતા વગર નિરાધાર બની ગયાં છે.
ચાલુ કારે બિયર પીતો હતો વિરલ, મિત્ર સાગર સાથે સવાર હતો
અકસ્માત સર્જનાર વિરલ ચૌધરી દુર્ઘટના સમયે કારમાં એકલો નહોતો. તેની સાથે તેનો મિત્ર સાગર પણ આગળની સીટ પર હાજર હતો.સાગરના ઘરે બંને મિત્રોએ બિયરની મહેફિલ માણી હતી. ત્યાર બાદ બહાર જમવા નીકળ્યા ત્યારે વિરલે કારમાં પણ બિયર પીવાનું ચાલુ રાખ્યું હતું. નશામાં ચૂર વિરલ એક હાથે ફોર્ચ્યુનરનું સ્ટિયરિંગ અને બીજા હાથે બિયરનું કેન પકડી ગાડી હંકારી રહ્યો હતો. ચાલુ વાહને નશો કરવાના ચક્કરમાં તેણે કાબૂ ગુમાવતાં કાર સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી.અકસ્માત થતાં જ લોકટોળું ભેગું થયું હતું, જેનો લાભ લઈને મિત્ર સાગર ચૂપચાપ કારમાંથી ઉતરીને નાસી છૂટ્યો હતો, જ્યારે સ્થાનિકોએ વિરલને સ્થળ પર જ દબોચી પોલીસ હવાલે કર્યો હતો.સાગર સામે પ્રોહિબિશનનો ગુનો અને કેસમાં મહત્વની સાક્ષી
ટ્રાફિક પોલીસ હવે ફરાર સાગર સામે પણ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી રહી છે.અકસ્માત વખતે ગાડી વિરલ પોતે જ ચલાવી રહ્યો હતો અને ચાલુ ડ્રાઈવિંગે બિયર પી રહ્યો હતો તે બાબત કોર્ટમાં મજબૂતાઈથી સાબિત કરવા માટે સાગરની જુબાની આ કેસની સૌથી મહત્વની કડી બનશે. તેને કેસમાં પ્રત્યક્ષદર્શી સાક્ષી (Eye-witness) તરીકે પણ રજૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: Ahmedabad: ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવનો સાથે શરૂ થઈ ‘ડબલ ઋતુ’; વહેલી સવારે ગુલાબી ઠંડીનો ચમકારો થશે
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

