Bharuch : પીઝા કાફેના નામે 26.46 લાખનું કૌભાંડ, 60 આઉટલેટના સપના બતાવી રોકાણકારોને નવડાવ્યા

May 25, 2026 - 21:00
Bharuch : પીઝા કાફેના નામે 26.46 લાખનું કૌભાંડ, 60 આઉટલેટના સપના બતાવી રોકાણકારોને નવડાવ્યા

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

રાજ્યભરમાં પીઝા, આલુ ટીક્કી અને પંજાબી વાનગીઓના કાફે આઉટલેટ્સ ખોલવાની આકર્ષક લાલચ આપીને અંદાજે રૂપિયા 26.46 લાખની ઓનલાઈન છેતરપિંડી આચરવાનો એક ચોંકાવનારો કિસ્સો ભરૂચમાં સામે આવ્યો છે. આ હાઈપ્રોફાઈલ ફ્રેન્ચાઈઝી કૌભાંડમાં ભરૂચ એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની એક મોટી લોભામણી યોજના

પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો અનુસાર, ભરૂચના ભારતીનગર વિસ્તારમાં રહેતા સૌરભ શેરે અને તેની પત્ની વૈભવી શેરેએ રોકાણકારોને આકર્ષવા માટે દેશભરમાં 60 જેટલા ફૂડ સ્નેક્સ આઉટલેટ્સ શરૂ કરવાની એક મોટી લોભામણી યોજના બતાવી હતી. આ સ્કીમમાં ફસાઈને અનેક લોકોએ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હતું. જોકે, વાસ્તવમાં આ ઠગ દંપતીએ માત્ર 18 જેટલા આઉટલેટ્સ જ શરૂ કર્યા હતા, જ્યારે બાકીના 42 આઉટલેટ્સ અંગે ખોટા વાયદા અને બહાના બતાવીને રોકાણકારોને લાંબા સમય સુધી અંધારામાં રાખ્યા હતા.

ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિકો પણ ભોગ બન્યા

આ કૌભાંડની સૌથી દુઃખદ કડી એ છે કે તેનો ભોગ માત્ર મોટા રોકાણકારો જ નહીં, પરંતુ ગરીબ અને મધ્યમ વર્ગના શ્રમિકો પણ બન્યા છે. સુરત, વડોદરા સહિતના શહેરોમાં આ કંપની માટે પીઝા અને ફાસ્ટફૂડ મટીરિયલ તૈયાર કરતી ૪૦ થી વધુ ગૃહિણીઓ અને પ૦ થી વધુ કર્મચારીઓ છેલ્લા ત્રણ મહિનાથી પગાર વિના કામ કરી રહ્યા હતા. વેતન ન મળવાના કારણે આ ગરીબ પરિવારો અત્યારે ગંભીર આર્થિક સંકટમાં મૂકાઈ ગયા છે. વૈભવી શેરે સહિત 2ની ધરપકડ

રોકાણકારો અને ભોગ બનનારાઓની સત્તાવાર ફરિયાદના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે આઈપીસીની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પોલીસે મુખ્ય મહિલા આરોપી વૈભવી શેરે અને તેના એક સાગરીતની અટકાયત કરી લીધી છે, જ્યારે તેનો મુખ્ય સૂત્રધાર પતિ સૌરભ શેરે હાલ ફરાર હોવાથી તેની સઘન શોધખોળ ચાલી રહી છે. પોલીસ હવે આ ટોળકીના તમામ બેંક ખાતાઓ, આર્થિક વ્યવહારો અને ફ્રેન્ચાઈઝી કરારોના દસ્તાવેજોની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.


આ પણ વાંચો-----     Supreme Courtએ કહ્યું, બહુ ભાવુક થવાની જરુર નથી...કોકરોચ જનતા પાર્ટી વિરુદ્ધની અરજી પર સુનાવણી કરીશું

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0