Bharuch: ખાતે ભૂદેવોએ ગુરૂવારે સવારે યજ્ઞોપવિત બદલવાની વિધિ પૂર્ણ કરી

Aug 28, 2026 - 03:00
Bharuch: ખાતે ભૂદેવોએ ગુરૂવારે સવારે યજ્ઞોપવિત બદલવાની વિધિ પૂર્ણ કરી

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -

શ્રાવણી પુનમ આમ તો શુક્રવારે છે પરંતુ આજથી એટલે કે ગુરૂવારથી સવારે 9.08 વાગ્યાથી પુનમની તિથીનો પ્રારંભ થઇ ગયો હોવાથી કેટલાક સ્થળોએ બ્રાહ્મણો દ્વારા ગુરૂવારે જ સવારે 9 વાગ્યા બાદ યજ્ઞો પવિત બદલવાની વિધી સંપન્ન કરવામાં આવી હતી. જે અનુસંધાને ભરૂચમાં પણ બ્રાહ્મણોએ ગુરૂવારે યજ્ઞોપવિત બદલી હતી.

ભરૂચ શહેરના શક્તિનાથ સ્થિત શક્તિનાથ મહાદેવના પટાંગણમાં આવેલા સત્સંગ ભવન ખાતે શ્રાવણી પ્રયોગ યોજાયો હતો. આજરોજ શ્રાવણની પૂનમ નિમિત્તે શહેરના 41 થી વધુ ભૂદેવોએ શાસ્ત્રોકત વિધિ-વિધાન અને વિશેષ પૂજન-અર્ચન સાથે જુની જનોઈનો ત્યાગ કરી નૂતન યજ્ઞોપવિત (જનોઈ) ધારણ કરી હતી. આ પવિત્રધાર્મિક અનુષ્ઠાનમાં આચાર્ય શિવમભાઈ જોશી દ્વારા સંપુર્ણ શાસ્ત્રોકત વિધિ અનુસાર મંત્રોચ્ચાર સાથે શ્રાવણી પ્રયોગ સંપન્ન કરાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે પિયુષભાઈ પુરોહિતે શ્રાવણી પ્રયોગના આદ્યાત્મિક અને ધાર્મિક મહત્વ વિશે વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જેમાં ઉપાકર્મ વિધિના પાલન અને વૈદિક પરંપરાના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. જો કે શુક્રવારે પણ સવારે 9.47 સુધી પુનમ તિથિ હોવાથી કેટલાક બ્રાહ્મણો આજે જનોઇ બદલશે

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0