Palanpur : મોંઘવારીથી ગ્રામ્ય પરિવારોનું બજેટ ખોરવાયું
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
Join our WhatsApp Community to receive travel deals, free stays, and special offers!
- Join Now -
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સતત વધી રહેલા મોંઘવારીને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિ કથળી છે. શાકભાજી, ખાદ્યતેલ અને ગેસ સહિતની જીવનજરૂરી ચીજવસ્તુઓના આસમાને પહોંચેલા ભાવને કારણે ગૃહિણીઓનું માસિક બજેટ ખોરવાઈ ગયું છે. ગ્રામ્ય વિસ્તારોમાં આવકના સાધનો મર્યાદિત હોવાથી મહિનાના અંતિમ દિવસોમાં ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. વધી રહેલા ખર્ચ અને સ્થિર આવક વચ્ચે ગ્રામીણ મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં મોંઘવારીના વધતા પ્રભાવને કારણે સામાન્ય પરિવારોનું ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે. જીવનજરૂરીયાત ચીજવસ્તુઓના ભાવમાં સતત વધઘટ અને ખાસ કરીને શાકભાજીના વધતા ભાવની સીધી અસર ગૃહિણીઓના રસોડા પર પડી રહી છે. શાકભાજી, ખાદ્યતેલ, ગેસ તેમજ અન્ય ઘર વપરાશની ચીજવસ્તુઓના ભાવમાં વધારો થતાં રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં આવકના મર્યાદિત સાધનો હોવાથી પરિવારના માસિક બજેટનું સંતુલિત કરવું ગૃહિણીઓ માટે પડકારરૂપ બની રહ્યું છે. ગ્રામ્ય પરિવારોમાં અગાઉ જે રકમમાં અઠવાડિયાનો ઘરખર્ચ સરળતાથી ચાલતો હતો તેમાં હવે અનેક ચીજવસ્તુઓ ખરીદવી મુશ્કેલ બની રહી છે. શાકભાજીના ભાવમાં વધારો થતાં ગૃહિણીઓએ ખરીદીનું પ્રમાણ ઘટાડવું પડે છે અથવા તો ઓછા ભાવની ચીજવસ્તુઓ તરફ વળવું પડે છે. રોજિંદા જીવનમાં જરૂરી એવી વસ્તુઓના ભાવ વધતા મહિનાના અંતિમ દિવસોમાં ઘરખર્ચ ચલાવવો વધુ મુશ્કેલ બની રહ્યો છે. મોંઘવારીની અસર માત્ર રસોડા પુરતી સીમિત રહી નથી. પરંતુ પરિવારના અન્ય ખર્ચ પર પણ તેની સીધી અસર જોવા મળી રહી છે. શિક્ષણ, આરોગ્ય, મુસાફરી અને અન્ય આવશ્યક ખર્ચ વચ્ચે ઘરવપરાશની ચીજવસ્તુઓના વધતા ભાવને કારણે સામાન્ય પરીવારો પર વધારાનો આર્થિક બોજ પડી રહ્યો છે. મોંઘવારી સામે ગ્રામ્ય વિસ્તારની ગૃહિણીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. મહિલાઓનું કહેવું છે કે આવકમાં ખાસ વધારો થતો નથી. પરંતુ ઘર ચલાવવા માટે જરૂરી વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. જેના કારણે માસિક આવકમાંથી વધુ મોટો હિસ્સો માત્ર ઘરખર્ચમાં જ વપરાઈ જાય છે. ગૃહિણીઓએ સરકાર અને સંબંધિત તંત્ર સમક્ષ જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર નિયંત્રણ લાવી સામાન્ય સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોને રાહત આપવાની માંગ કરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
What's Your Reaction?
Like
0
Dislike
0
Love
0
Funny
0
Angry
0
Sad
0
Wow
0

